પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦. Aવાદિત છે મારી શ્રદ્ધા અમર્યાદિત છે ગાંધીએ સવિનયભંગ છોડ્યો નથી ત્યાં સુધી મળવાની રજા ન મળે એ જવાબ શૌકતઅલીને પાંચ દિવસ ઉપર આપનારાએ અસ્પૃશ્યતા માટે ગમે તેની મુલાકાત બાપુ લઈ શકે એમ લખે તેનું શું કહેવું ? પણ ચમત્કાર આગળ નમસ્કાર છે. ગઈ કાલે મગનભાઈ દેસાઈને કાગળ લખતાં જે અનાસક્તિ સાથાનું બાપુ જણાવે છે અને એ કાગળમાં જે ઈશ્વરા૫ણુ બુદ્ધિ દેખાય છે એનું આ શુદ્ધ ફળ છે એમ કહી શકાય. એવાં ફળ હજી કેટલાંય આવશે. મગનભાઈ ઉપરનો કાગળ : 1 en “ જેમ જેમ ઈશ્વર પરની આસ્થા વધતી જાય છે તેમ તેમ કર્તવ્યકમ માં રસ વધતો જાય છે, આવડત વધતી જાય છે, સાવધાનતા વધતી જાય છે, અને તેની સાથે જ નિશ્ચિંતતા અને ધીરજ વધતી જાય છે, એવા મારા અનુભવ દૃઢ થતો જાય છે. . . . “ મારી શ્રદ્ધા અમર્યાદિત છે એટલે હું એમ માનનારો રહ્યો કે ઝીણું મોટું બધું ઈશ્વર જ કરાવે છે. એ કઈ રીતે કરાવતા હશે એ હું નથી જાણતા. પણ જેણે તન, મન અને ધન અર્થાત સર્વસ્વ તેને સાંપી દીધું છે તે પોતે કંઈ કરે છે એમ માનતા હોય તો એ તો ચાર બન્યા કહેવાય. એક પણ કામ હું કરું છું એવું મૂછમાં માનીને હું પાપ ન વહારું. આ તો મેં કર્યું" એમ મૂચ્છમાં હું માની લેતો હોઉં અથવા લૌકિક ભાષામાં વિનાદને ખાતર કે અતડે ન દેખાવાને ખાતર કહેતો હોઉં તો એ મૂર્ખાઈ છે. સાચુ તો એ છે કે દિવસે દિવસે શૂન્યતા વધતી જાય છે એટલે હું કરું છું એવા ગવું મનમાં આવી જાય છે ત્યારે દુ:ખ થાય છે.” અસ્પૃશ્યતા વિષેની આખી ફાઈલ ચઢેલી હતી તે કાલે રાત્રે બાપુએ કાઢી નાખી. ઘણાખરાને પોતાના નિવેદન માટે રાહ ૪-૨ ?-'રૂ૨ જોવાનું કહ્યું. અને રાત્રે જ નિવેદન લખાવવાનું શરૂ કર્યું. ૧૮ પાનાનું એ નિવેદન એક ચિરંજીવ સાહિત્ય તરીકે રહી જશે. ઍઝને સુંદર કાગળ આવ્યો હતો તેને જવાબ આપ્યો : " My dear Charlie, "I have two letters to answer. Of course your decision is right. Your problem of untouchability is in a way more complex than mine. Untouchability here is a dying cult and has an evergrowing army of reformers to deal it death blows. Yours shows no signs of dying and claims many supporters in the name of