પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બીજા ઉપવાસને વિચાર २०३ ગુરુદેવ છે. કોઈ એ મને કહ્યું હોત કે ‘ગુરુદેવને પામવા ઉપવાસ કરો’ તો બીજે કશે પણ વિચાર કર્યા વગર મેં તેમ કર્યું હોત. તેમના હૃદયમાં એક ખૂણા મેળવવા હું ઝંખતા હતા. હું ઈશ્વરનો આભાર માનું છું, ઉપવાસ દ્વારા એ ખૂણો મેં પ્રાપ્ત કર્યો. ** અમારા બધા તરફથી પ્યાર. તમારા મોહન” વર્ઝને બોલાવીને નિવેદન એ. પી. આઈ. ને આપવાની તજવીજ કરી. વર્ઝને મળી આવ્યા પછી ચાલતાં ચાલતાં “ કૅનિકલ ’માં આવેલી ખબર ઉપર ચર્ચા ચાલી. તેમાં એક ખબર કમલા નેહરુને મૂર્છા આવી અને પછી બિછાનામાંથી એક હૃદય હલાવનારું સ્ટેટમેન્ટ કર્યું એ હતી. વળી માલવીજીએ અત્યાર સુધી પ્રકાશ ન જોયે, હવે દેખાય છે એવો એકરાર કર્યો એ હતી. અને શૌકતઅલીના ભાષણની વાત હતી. આ બધા ઉપર બાપુ કહે : “ હવે મનમાં તો એમ થઈ જાય છે – જોકે એ ઊડતો વિચાર છે – કે મંગળવાર સુધીમાં આ લોકો ઐકય ન સ્થાપી શકે તો ઉપવાસ કરવાની નોટિસ આપવી ! ” વલ્લભભાઈ ચૂપ રહ્યા. એઓ કાંઈ કામસર ગયા એટલે મેં ચર્ચા કરી : ૮ પરિષદ ચાલે એ દરમિયાન કેવળ એક શુભ પ્રેરણા આપવાને માટે જ ઉપવાસ કરવા એ વસ્તુ મને પસંદ છે.” બાપુ : “ હા, એ મારા મનમાં નથી એમ નથી. પણ હું જે વાત કરતા હતા તે તો આ પરિષદના શુભ અંત ન આવે ત્યાં સુધી ઉપવાસની વાત હતી.” હું : “ એટલે એ તો બંદૂક.” બાપુ: “ હા.” હું : “ એ વાત મને ગળે નથી ઊતરતી. મને તો પેલી વાત ગળે ઊતરે. એની સામે કાઈ બોલી ન શકે, એમાં પરિણામ ઉપજાવવાની ઉપર ભાર નથી, એ કેવળ આત્મશુદ્ધિ અને શુભેચ્છાનું જ ચિહન છે.” બાપુ : “ એ બધું ઠીક, પણ તો તો એ ગુપ્ત રીતે જ કરવી જોઈ એ ને ? સરકારને ખબર આપીએ અને એ જાહેર કરવાની મહેરબાની કરે કે ન કરે ત્યાં તો પરિષદ પૂરી થઈ હાય ! ” હું : “ પણ એની પણ આપણે પરવા ન રાખીએ ! ”