પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२२० ઉપવાસમાં બળાત્કાર નથી બાપુ કહે : “ કશી મુશ્કેલી નથી પડવાની, જે સવર્ણોમાં આપણને કહેવામાં આવે છે એટલું જોર હોય છે. ” વલભભાઈ : “ પણ સ્ત્રીઓનું શું? દરવાજા ઉઘાડવાના ટ્રસ્ટીઓના હાથમાં છે.” બાપુ કહે : { તેનું કાંઈ નહીં. સવર્ણો ગઈ વખતે હજારોની સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને મંદિરના કમજો લઈને બેઠા હતા, અંદર ઉપવાસ કરવા લાગ્યા હતા તેમ બેસી જાય તો તુરત ખૂલે. હા, સંભવ છે કે એ લોકો મંદિરના દરવાજા બંધ કરી દે, ત્યાં માર્શલ લૈ જાહેર કરે અને પાસ લઈને જનારાને જ જવા દે અને અમારે મરવું પડે. તોયે હરકત નથી. બીજા ધણા મરવાને માટે તો તૈયાર જ છે.” રાત્રે સૂતી વખતે કહે : * મને આ ઉપવાસ વિષે પહેલા ઉપવાસ કરતાં પણ વિશેષ નિરાંત છે. બળાત્કારની વાત મિથ્યા છે; હું કાઈ ને ધમકી થાડી આપું છું ? સીને પોતાનો મત પ્રિય છે. તો તેમને તે માત્ર એટલું જ છે કે તેઓ પોતાની લાગણી કરતાં મારી જિંદગીને પ્રિય ગણે છે કે નહીં ? ન ગણે તો જતી કરે.” આજે ગુરુદેવ, નટરાજન, અંબાલાલને કાગળ લખ્યા. ગુરુદેવને લખ્યું : You must have seen the statement 20-88-3 I have circulated to the press. I want your blessings if I can have them for this further effort. I do not know whether you feel that this effort is, if possible, purer than before. The last fast had a political tinge about it, and superficial critics were able to say that it was aimed at the British Government. This time if the ordeal has to come, it will not be possible to give any political colour to it. You will of course recall that the last fast was broken on the clearest possible notice that I might have to resume it, if there was any breach of faith by the so-called caste Hindus. The prospective fast about Guruvayur temple is absolutely a point of honour. It is being made by the orthodox section the centre of attack and is being given an all India significance. I rather like it. But it makes it all the more necessary for the liberalizing influences to be collected together and set in