પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રચનાત્મક કામ વિના અસ્પૃશ્યતાની જડ ન ઊખડે ર૨૩ મંડળમાં જોડાવાની અગત્ય સમજાવતાં લખ્યું :

  • અમુક મંડળમાં જોડાવાથી જે જવાબદારીનું ભાન મનુષ્યને આવે છે અને જે બંધન તે સહેજે સ્વીકારે છે તે જવાબદારી અને બંધન બહાર રહેનારને પ્રયત્ન કરતાં છતાંયે ન જ લાગી શકે. | * હવે રહી મતભેદની વાત. જોકે હું સભા, સરઘસે, વ્યાખ્યાનો, સંમેલનો વગેરેની અસર સ્વીકારું છું, તેની આવશ્યકતા જોઉં છું, છતાં રચનાત્મક કામ વિના અસ્પૃશ્યતાની જડ ઉખડે નહીં એટલું જ નહીં પણ અસ્પૃશ્યતાની નત અસંખ્ય હરિજનામાં ન આવે એમ હું માનું છું. એ કામમાં ઘણા સેવક, સેવિકાઓ અને ઘણું દ્રવ્ય જોઈ એ એ તો છે જ; પણ જો એ કામની આવશ્યકતાનો સ્વીકાર કરે તો દ્રવ્ય કદાચ ન મળે, સંખ્યાબંધ સેવકસેવિકાઓ ન મળે એવા ડરથી એ કામ પડતું ન મૂકી શકાય. આવી મહાન હિલચાલમાં તેનું એક પણ અંગ આપણે છેડી નથી શકતા એમ મને તો લાગે છે.” આમ લખીને બધી ચર્ચા માટે મળવા બોલાવ્યા.

તળેગાંવકર, જે વગેરે આવ્યા. તેઓ “વિજયી મરાઠા' અને ‘જ્ઞાનપ્રકાશ'ના પ્રતિનિધિ છે. સવ – ગુરુવાયુરના ઉપવાસ મુલતવી ન રહે ? . બાપુ - કેલપનની સાથે બંધાયા છું, એટલે કરવા પડે. એ ન કરે તો મને દુઃખ થાય, અને એને કરવા પડે તે માટે પણ કરવા પડે. જેઓ મંદિર ખેલવાનું માને છે તેમણે તે કોશિશ કરવી જોઈ એ. અમે ઉપવાસ કર્યા માટે મંદિર ખેલે એ તો મૂર્ખતા થાય. માણસ ગમે તેવા મેટા હોય તો પણ તેના ઉપવાસથી દબાવાનું કારણ નથી. કોઈની ધમકીને લીધે માણસ ધમ નથી છોડી શકતા. પણ જો પેલાની બુદ્ધિ અને હૃદય જાગ્રત થાય તો જ તેઓ મંદિર ખેલે. મારા ઉપવાસ વખતે મેં મારા મિત્રોને, સ્વજનાને મારી સેવામાં રોકયાં છે. પણ તે લેાકાને મારી મૂર્ખતા લાગે તો હું તેમને મારી સેવા પણ ન કરવા દઉં', અને મારા ત્યાગ કરવા કહ્યું. મારી દ્રષ્ટિએ તો એ ધાર્મિક વસ્તુ છે, એટલે ઉપવાસ છોડાવવાની વાત કરી તો એ કાલક્ષેપ છે. મારું અનુકરણ કાઈ કરે - ભલે તે મૂખ હોય પણ દઢ મનના હાય –– તો તે ભલે કરે.. સવ - આ ઉપવાસ મુલતવી ન રખાય ? બાપુ - હા, રખાય. મારી ખાતરી થવી જોઈ એ કે એ મંદિર થાડું રોકાવાને લીધે ખૂલે તો થાબુ. કેલપ્પન મને કહે કે પંદર દિવસ રાકાવું જોઈએ, તો જરૂર રોકાઉં પણ આ વાત બહાર કરવા જેવી નથી.