પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મ્યુનિસિપાલિટી અને ‘અસ્પૃશ્ય' ૨૧ આફ્રિકામાં હિંદીઓ અને ઝુલુએને માટે હોટેલો ખુલ્લી હોય એમ માગીએ છીએ. જે હોટેલવાળા મ્યુનિસિપાલિટીનો લાભ લે તો મ્યુનિસિપાલિટીની હદમાં રહેનારા સહુની સેવા તેમણે કરવી જ જોઈ એ. આપણાં દિલ એવાં કઠોર થઈ ગયાં છે કે આ બાબતના અન્યાયે આપણને કતા જ નથી. મ્યુનિસિપાલિટી એવા ઠરાવ કરી શકે કે જેને આવી રીતે અસ્પૃશ્યોને છૂટ ન આપવી હોય તે ભારે સુપરટેકસ આપે. એ ટેકસમાંથી મ્યુનિસિપાલિટી અસ્પૃસ્યાને માટે જુદાં કૈફી હાઉસ ખાલી શકે. એ બધાં ખાનગી કૅફી હાઉસ છે એવા બચાવ થઈ જ ન શકે. એ બધાંયે જાહેરની સેવા માટે છે. એમ તે ગાડીવાળા અને ટૅકસીવાળા અને ટ્રામવાળા અસ્પૃસ્યાને કે બીજા કોઈ વર્ગને ન બેસવા દે, એ ચાલે છે ?”

  • સંતતાના વમવિ ફા” બાપુને વિષે દરરાજ નાની નાની બાબતમાં પણ સિદ્ધ થયાં કરે છે. એને માટે ઉપરનો દાખલે તો પૂરતા છે જ. વળી બીજો, અરુણ દાસગુપ્તા (સતીશબાબુના દીકરા)ને બાપુએ એની માંદગીમાં આધાસક કાગળ લખેલો – તે છાપામાં (બંગાળીમાં) આવ્યા. તે એક માંદગીને બિછાને પડેલા મુસલમાન યુવકે વાંચ્યા. એણે બાપુને હૃદયદ્રાવક કાગળ લખ્યો કે “ તમારા પ્રેમ તો વિશ્વપ્રેમ છે. તમે મને આંતરડી ઠારે એવો કાગળ ન લખે ? અને છેટો ત્યાર પછી આશ્રમમાં ન લે ? હું તો સાવ અપંગ છું.” બાપુએ એને અતિશય મીઠે કાગળ લખ્યો :

“ તું મારે અરુણ જેવો જ છે અને આશ્રમમાં લઈ શકાતો હોય તે લઉં. પણ હમણાં તો કલકત્તામાં અપ'ગાને માટે આશ્રમ છે તેમાં જાય, તે તેની વ્યવસ્થા કરું.” આ ઉપરાંત, એ યુવક ચાંદપુર જિલ્લાના છે એટલે હરદયાળબાબુને કાગળ લખ્યું કે તમે એને જોઈ આવો અને એની સારવાર થાય છે કે નહીં તે જુઓ. . સેકીએ બાપુને અપીલ કરેલી તેના ધધડાવીને જવાબ લખ્યો. વલ્લભભાઈ કહે : “ આ મને ગમ્યું. બાપુ કહે : “ મસાલો હોય ત્યારે તમને ગમે, કેમ ?” જવાબના ડ્રાફટ જોતાં મને સૂઝયું કે વાઈસયને અહીંથી લખેલા કાગળનો ઉલ્લેખ અંદર નથી. એ ખાસ સુલેહનો ઇશારો હતા. બાપુ રાજી થયા. તરત એ કાગળ કઢાવ્યા. અને એ અને એ પછી ભારતમંત્રીને લખેલા કાગળ એ બંનેનો ઉલ્લેખ અંદર આયા. e ગવર્નરની મારફત એ કેબલ મોકલવામાં આવ્યા. મ-૧૬,