આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આને કાગળ નહીં. તને તો હર્ષ જ થવો જોઈએ કે મને આવા કઠણ ધર્મ પાળવાના અવસર ઈશ્વરે મોકલ્યા છે. આ ઉપવાસનો અર્થ પણ તું સમજી હરો. અંત્યજ ભાઈ અને વિષે જે માગણી મેં કરી છે એનો સ્વીકાર થાય તો મારે ઉપવાસ કરવાપણું નહીં રહે, અને ઉપવાસ શરૂ થઈ ગયા હશે તો તે બંધ પણ કરી શકાય. પણ છેવટ લગી પૂરા કરવા પડે તો ઈશ્વરનો પાડ જ માનવો જોઈએ. માગેલું મેત કરાડામાં કાઈકને જ મળે છે. એવું માત મને મળે તો કેટલું બધું સારું ગણાય ? અને નહીં મળે તો હજીયે વધારે શુદ્ધ થવાના અને વધારે સેવા કરવાનો મારો ધર્મ થઈ પડશે, એ તો દીવા જેવું ચાખ્યું છે. પચાસ વર્ષના મારી સાથેના સહવાસ પછી આટલી સડેલી વાત તો તું બરાબર સમજી જાય અને ઝીલી શકે એમ માનું છું.” સાંજે ફરતાં કહે : “ હાર્નિમૈન સમજવાની શક્તિ ધરાવનારા માણસ છે એટલે આખો લેખ સરસ લખ્યા છે. લોકજાગૃતિ થાય અને વીસમી પહેલાં આ વસ્તુનું નિરાકરણ થઈ જાય તો તો સત્યાગ્રહને અપૂર્વ વિજય થાય અને હિંદુસ્તાન કેટલુંયે ચઢી જાય.”

e આજે સવારે ચાલતાં મેં કહ્યું : “ આંબેડકરને આપના કાગળની | વિલાયતમાં જ ખબર પડી હોય અને એ બંધાઈ ગયે ૨૪-૬- રૂ ૨ હાય તો તો એ માનવા કઠણ છે.” બાપુ : “ હા, પણ એને વિલાયતમાં ખબર ન પડી હોય એમ માનીએ. એને ખબર પડી હોય તે તો સેમ્યુઅલ હાર ઉપર ભારે નીચતાનો આરોપ મૂકવા જેઈ એ. એ મૂકવાને હું તૈયાર નથી. અને એમ હોય તો પેલાની પોતાના મનમાં પણ કશી કિંમત ન રહે. જે હશે તે વાજતે ગાજતું માંડવે આવી રહેશે.” આંબેડકર પ્રચ્છન્ને મુસલમાન છે કે શું છે ! એનામાં હિંદુત્વ જ નથી. છતાં ઘણી તરફથી દબાણ આવે તો એ સાંભળે. જીઓની, આજના એના નિવેદનમાં જાણે અસ્પૃસ્યા એ હિંદુથી જુદી જાતિ જ હોય એમ એ વાત કરે છે. આજની ટપાલમાં પહેલે જ જાણે મંગળ ચિહ્ન તરીકે શ્રીમતી કામકેાટી નટરાજનને કાગળ આવ્યો : “ આજ સવારનાં વર્તમાનપામાં મેં વાંચ્યું કે આપણા દેશબાંધો અને આપણી માતૃભૂમિને માટે ઉપવાસ કરીને આપના જીવનનું બલિદાન આપવાને આપે નિર્ધાર કર્યો છે. એ વાંચી ભારે દુ:ખ થયું. હું તો રડવ્યાં કરું છું અને આપને શું કહેવું એ પણ સુઝતું નથી. આપની અને પિતાશ્રીની માફક મને પ્રાર્થનામાં શ્રદ્ધા નથી.