પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શરીરધારી પૂર્ણતા પામી શકે નહી” २४९ word coming from you may discover to me a flaw that might have escaped me. I confess however I have no doubt in my mind about the ethics of the proposed fast. I am therefore suffering from no mental disturbance and therefore I do not want you to hasten back to Bombay. Do carry out all your private and public programmes in the North and when in due course you come back to Bombay I would like you when you can spare a few hours to run up to Poona to have a brief interchange of views." | * તમારા બન્ને કાગળ મળ્યા. ડોકટરને દિલ્હીમાં સારી નોકરી મળી ગઈ જાણી રાજી થયે. તમારો બીજો કાગળ બુદ્ધિને અપીલ છે અને તે ચોગ્ય છે. પણ મારા જેવાની બાબતમાં બુદ્ધિ પ્રત્યેની અપીલમાં બે મુશ્કેલીઓ છે. પહેલી મુશ્કેલી એ છે કે દલીલ પૂરેપૂરી સંગીન હોય છતાં એક જ વસ્તુ ઉપર રચાયેલી તે ન હોય તેથી વાત કબૂલ કરાવવામાં નિષ્ફળ નીવડે. બીજું તમે પોતે જ વાજબી રીતે કહ્યું છે તેમ મારા જેવાના કેસ બુદ્ધિથી પર છે. છતાં આવી બાબતોમાં એક વિચારના મિત્રો સાથે પોતાની નોંધ સરખાવવાનું હું હંમેશાં ઈચ્છું છું. કારણ હું માનું છું કે ભૂલપાત્ર મનુષ્યને માટે અંતર્નાદની પ્રેરણાની બાબતમાં પણ પરિપૂર્ણ ખાતરી જેવી કાઈ વસ્તુ નથી. ઈશ્વર પોતાનો અવાજ સંભળાવવા માટે પવિત્રમાં પવિત્ર સાધન પસંદ કરે છે. પણ આપણે પામર મર્યો માટે સંપૂર્ણતાની નજીક પહોંચવાનું જ શકય છે. જ્યાં સુધી આપણે આ શરીર ધારણ કરીએ છીએ ત્યાં સુધી પૂર્ણતા પામી શકાય નહીં. એટલે કેવી રીતે પ્રેરાઈને હું આ કરી રહ્યા છું તે તમારી સાથે પૂરેપૂરી છૂટથી ચર્ચાવા ઈચ્છું છું.' એવી આશાથી કે મારું દષ્ટિબિન્દુ તમે સમજો અને મારા કૃત્યનું પૂરેપૂરું સમર્થન કરો, અથવા તમારી દલીલ, અથવા તો તમારા એક શબ્દ મારી જે ભૂલ હું ન જોઈ શકો હાઉ' તે મને બતાવી આપે. જોકે હું કબૂલ કરું છું કે કરવા ધારેલા ઉપવાસની નીતિમત્તા વિષે મારા મનમાં છાંટાભાર શંકા નથી, અને તેથી મારા મનમાં જરાય અશાન્તિ નથી. તમે મુંબઈ આવવાની જરાય ઉતાવળ કરો એમ ઇચ્છતો નથી. ઉત્તરમાં ખાનગી તેમ જ જાહેર તમારા જે કાર્ય ક્રમ' હોય તે પૂરા કરો અને તમે જ્યારે મુંબઈ પાછા આવી ત્યારે થોડા કલાક માટે પૂના આવી જાઓ. તે વખતે આપણે વિચારોની આપલે કરીશું.” ચમને લખેલું : “ તમે “ મમ દૃય મવન પ્રમુ તોર’માં માનનારા આ મંદિરને ઉપવાસ શું લઈ બેઠા? મંદિરો અને મસ્જિદોએ તો નખેદ