પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રપ૪ ચાદ રાખવાને ઉત્તમ ઉપાય રાજાજી કહે : “ યાદ રાખવાનો ઉત્તમ ઉપાય એ છે કે ભૂલી જવાને પ્રયત્ન કરો.” પછી રાજાજીએ પિતે શું કરવું ? લડત મોકુફ રાખવી કે કેમ એ સવાલ પૂછયો. બાપુએ એનો જવાબ આપવાની ના પાડી – એ કારણેઃ * (૧) બહારની પરિસ્થિતિ વિષે નિર્ણય કરવાને હું સ્વભાવે અશક્ત છું. અને (૨) હું સત્યના પૂજારી છું. મારા ઉપર જે અંકુરા મેં મૂકયા છે તે પ્રમાણે હું તેની ચર્ચા કરી શકે નહીં. પણ હું એટલું કહું કે બહાર કોઈ પણ નિર્ણય લેવામાં આવે તેમાં કોઈના પણ કૃત્યને મારા હૃદયમાં ઊંડે ઊડે પણ હું વખેડવાનો કે વખાણવાના નથી.” આ ઉપવાસને બાપુએ વધારે સ્વચ્છ તરીકે વર્ણવ્ય, કારણ * (૧) એની સાથે બ્રિટિશ સરકારને કશી નિસ્બત નથી. પહેલા ઉપવાસમાં તો બ્રિટિશ સરકાર પૂરતો કાંઈ કે દબાણનો અંશ હતા, જોકે આખરે તો એમાં દબાણ નહોતું જ; (૨) આ ઉપવાસ સવર્ણોની સામે છે. જેમને વિષે એમ માનવામાં આવે છે કે તેઓ આપણી સાથે છે અને અસ્પૃસ્યાના સંદિરપ્રવેશને ઈચ્છે છે. એટલે મતગણતરી કરવી એ બહુ સાચા ઉપાય છે. તેથી મારા ઉપવાસનું વાજબીપણું સાબિત થશે અને અવર્ણોને મંદિરપ્રવેશની છૂટ આપવાનો સવર્ણોને દાવ ખૂબ મજબૂત થશે. અથવા તો એ દાવાની વાત મારા મગજમાં ભરાઈ છે, એટલે કે બહુ મોટા ભાગના સવર્ણો મારી સાથે છે એવી જે મારી માન્યતા છે તે ઊડી જશે.” રાજાજી કહે : “ ત્યારે મતગણતરી આપણી વિરુદ્ધ હોય તો તમે ઉપવાસ ન કરો ? ” બાપુ કહે : “ જરૂર, મારે ઉપવાસ છોડી જ દેવા પડે. પણ એટલું ધ્યાનમાં રાખજો કે મારે લોકોને ચેતવણી આપવી પડશે કે મને જો એમ જણાશે કે કાર્યકર્તાઓ પોતાની જાતને અને મને આજ સુધી છેતરી રહ્યા હતા, દલિત વર્ગોના ઉદ્ધારનું આટલાં વર્ષો થયાં આપણે જે કામ કરતા હતા તે બધું ફોગટ હતું તો મારે જીવતા રહેવાને કાંઈ પણ કારણ છે એવું મને નહીં લાગે.” a મેં કહ્યું : “ પણ તમે એમ તો ન જ માની બેસે ના કે ગુરુવાયુર ને ઊઘડે એટલે ત્રીસ વર્ષનું કામ ધોવાઈ ગયું, અને આખા દેશમાં અસ્પૃશ્યતાનિવારણના કામને તાળાં દેવાયાં? ” બાપુ કહે : “ ના, એમ તો નહીં. આખા દેશના વાતાવરણનો વિચાર કરવો પડે.”