આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ્ઞાન નકામું જવાનું છે કે ? ર૫ આજે સાંજે કહે : “ ગમે તેમ હોય, એટલે કે મને છોડવામાં આવે કે તમને પણ સાથે જોડવામાં આવે, તમારે રોટી બનાવવાનું શાસ્ત્ર જાણી લેવું જોઈએ, અને વિધિ બરાબર લખીને મને આપવી જોઈએ.” મેં કહ્યું : “ તમારી સાથે છુટીશ તો ત્યાં લખી આપીશ, ન છૂટીશ તો લખીને મોકલીશ.” | બાપુ: “ એટલે તમારી લખવાની દાનત જ નથી એમ કહાની. એ બરાબર સમજાઈ જાય તો બધા કેદીઓને માટે એ ફેરફાર કરાવવાના આપણા તો ઈરાદો છે અને બધી જેલમાં નાનકડી બેકરીઓ કરાવવાના ઇરાદે ા છે.” ' મેં કહ્યું : “6 પણ એ બધું આજે થાય ? કાલે તો તમે જશો. ત્યાં આમાં શી રીતે પડવાના ? ” .ચિડાઈ ગયા અને કહે : “ જ્ઞાન નકામું જવાનું છે કે ? અને કાલે ને કાલે મરી તો નથી જ જવાના. હું તો છૂટીને પણ ડૉઈલને કાગળ લખું. અને આશ્રમમાં તો તુરત જ જે ફેરફાર કરાવવા ઘટે તે કરાવી દેવાય.' e આંબેડકરને વિષે કહેતાં મેં કહ્યું : “ આ માણસની બધા ખુશામત કરશે એટલે એની ધૃષ્ટતાને ઉત્તેજન આપવા જેવું થઈ જશે. એના ખાનગી મંડળામાં એ તે કડુશે જે ગાંધીની પાસે ઉપવાસ કરાવ્યાના ? અને હવે ઠીક આ બધા ખુશામત કરવા આવે છે !” બાપુ : “ હા, એ વાત માડી છે. નરગીસ અને બીજી બડેના તો એની પાછળ પડી ગઈ હશે. અને એની ખુશામત કરવા માંડશે એ જરાય ગમે એવું નથી. પણ શું થાય ? ” - મારા મનમાં થયું : “ આવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી, એ ઉપવાસમાં દોષ ન કહેવાય ? શા સારુ આવા માણસ ઉપર બધું આધાર રાખે એવી પરિસ્થિતિ ઉપવાસ કરીને ઉત્પન્ન કરવી ?” બાપુ : “ એટલે જ મને થાય છે કે મને છોડે નહીં અને અહીં જ પડવા ૫ડથી ઉપવાસ કરવા દે અને મરવા દે તો કેવું સારું ! પણ છેડશે તા હું બધું સાફ કરીશ. તે એ કે એને સાચું લાગે તો એ માને, દબાઈ ને ન માને, કાઈ એના ઉપર દબાણ ન કરે. હિંદુઓને કાડીશ કે જે ઉપાય એની સામે વાપર્યો તે જ ઉપાય તમારી સામે વાપરીશ માટે સરખા થાઓ. સરકારને પડેલે જ દિવસે નોટિસ આપીશ કે મારા વિચારો એના એ જ છે. હું તે સવિનયભંગની વાત પૂછવા આવશે એને પણ સલાહ આપતા રહીશ. એટલે તમારે પાછો પકડવા હોય તો પકડી લે.”