આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધમ મય છટાછેડા ૨૭ શકતા નથી. એ તો અંદરથી ઊગવું જોઈએ. તારાથી થ્યા થવાની અને જરૂર પડે તો છૂટાછેડાનું હુકમનામું મેળવવાની તારે તેને પૂરેપૂરી સ્ટ આપવી જોઈએ. પોતાની પસંદગીની બીજી કોઈ સ્ત્રી સાથે પરણવાની પણ તેને છૂટ હોવી જોઈએ. વિકારોની તૃપ્તિને માટે નિરંતર રટણ કર્યા કરે એવું વિષથી મન હોવું એ બહુ ભયંકર છે. તું જેટલો પ્રેમ એના ઉપર રેડી શકે એટલો રેડ. કઠોર થઈને એનો ન્યાય ન તળતી. આટલાં બધાં વર્ષો પોતાની જાત ઉપર કાબૂ રાખવાનો એણે પ્રયત્ન કર્યો એ એને માટે ધણું કહેવાય. તેની વાસનાને સંતોષવાની તને જરા પણ ઇચ્છા થતી હોય તો તેમ કરવા તું છુટી છે એમ હું માન. કારણ આત્મસંયમનાં નિર્ણય તમે બન્નેએ સંયુક્ત રીતે કરે છે એટલે એ કરારને ફરી વિચાર કરવાનું એક પક્ષ ઈચ્છે ત્યારે બીજા પક્ષને પણ જે એવી મરજી થાય તેમ તેમ કરવાની છૂટ છે. e & પણ જો તારી ખાતરી હોય કે તારામાં જરા પણ વાસના નથી તો શકય એટલા પ્રેમથી, પણ પૂરેપૂરી દઢતાથી, સત્યવાનની તમામ માગણીઓને તારે વિરોધ કરવા જોઈએ. આ કાગળ એને વંચાવજે. તેના ઉપર એ વિચાર કરે અને પ્રકાશને માટે ઈશ્વરની પ્રાર્થના કરે. પણ તેને એમ લાગે કે પોતાના વિકાર ઉપર તે કાબૂ નથી રાખી શકતો અને જો તેને અધીન થવાની તારી ઈચ્છા ન હોય તો તેણે બીજી સ્ત્રી પરથ્વી જોઈએ. તમે બને મિત્ર તરીકે છૂટાં પડે. તમારે ૠાં પડવું જ પડે તો પછી તારું શું થાય એને વિચાર ગાણ હોવો જોઈએ. તારામાં શક્તિ હોય, અને હું જાણું છું કે તારામાં છે, તે તારી પોતાની મજૂરીથી જ તું તારું ગુજરાન મેળવી લે. * ઈશ્વર તમને મદદ કરો, તમારા બન્ને ઉપર એના આશીર્વાદ હા. - ઊંડા પ્રેમ સાથે—બાપુ’ મીરાબહેનને લાંબા કાગળ ઉપવાસ વિષે લખ્યો. એ આખી નકલ કરવા જેવા છે, પણ નથી થઈ શકી. નરગીસને ૨૬-૧-'રૂ ૨ કાગળ : "No cause for sorrow; every cause for rejoicing that a member of the family has been given by God the opportunity of offering the supreme sacrifice for the purest cause that could be thought of. There should be no imitation of the fast even partially. For you all it is a time for greater