પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૯૦ મૃતિપૂજામાં વહેમ કે અજ્ઞાન નથી penetrate our actions and our speech and read and understand our thoughts, even when we do not understand them ourselves and it is just our thoughts that matter to Him." « અમુક વસ્તુ મને મદદરૂપ નથી થતી માટે બીજાઓ વિષે હું બેદરકાર રહે અને એમને મદદરૂપ થાય છે કે નહીં એ જાણવાની તસ્દી ન લઉં, એ બરાબર નથી. હું જાણું છું કે અમુક જાતની સૂતિ પૂજા કરોડે માણસને મદદરૂપ થાય છે. એનું કારણ એ પણ નથી કે તેઓ મારા કરતાં ઓછા વિકાસ પામેલા છે, પણ તેમનું માનસ મારા કરતાં જુદી રીતે ઘડાયેલું છે. મારે વિષે પણ એટલું ભૂલવું ન જોઈએ કે હું મૂર્તિપૂજાને પાપ નથી ગણતો એટલું જ નહીં પણ એક અથવા બીજા રૂપમાં આપણને બધાને એ આવશ્યક થઈ પડે છે એમ હું માનું છું. જુદા જુદા પ્રકારની પૂજામાં તફાવત પ્રમાણને જ હોય છે, તત્ત્વના નથી હોતો. મજિદમાં જવું અને દેવળમાં જવું એ પણ એક પ્રકારની મૂર્તિ પૂજા છે. બાઈબલ, કુરાન, ગીતા અથવા એવા ગ્રંથ પ્રત્યે પૂજ્યભાવ રાખવે એ પણ મૂર્તાિપૂજા જ છે. તમે કોઈ ગ્રંથ અથવા મકાનના ઉપચાગ ન કરો અને તમારી કલ્પનામાં જ પરમેશ્વરનું અમુક ચિત્ર દોરી અને તેમાં અમુક ગુણોનું આરોપણ કરો તો એ પણ મૂર્તિપૂજા થાય. જે પથ્થરની મૂર્તિની પૂજા કરે છે તેની પૂજા આ બીજી પૂજા કરતાં વધારે સ્થૂલ છે એમ પણ હું ન કહું. મોટા વિદ્વાન ન્યાયાધીશોને પોતાના ઘરમાં મૂર્તિઓ રાખતા જાયા છે. પંડિત માલવિયાજી જેવા તત્ત્વજ્ઞાની પોતાની ગૃહદેવતાનું પૂજન કર્યા વિના માંમાં અન્ન મૂકતા નથી. આવી પૂજાને વડુંમ ગણવામાં અજ્ઞાન અને અભિમાન બને છે. પૂજા કરનારની કલ્પનામાં તો ઈશ્વરનું અધિષ્ઠાન મંત્રyત પથ્થરમાં છે, આજુબાજુ પડેલા બીજા પથરાઓમાં નથી. દેવળમાં પણ જયાં મૂર્તિ રાખવામાં આવે છે તે સ્થાન દેવળનાં બીજા સ્થાને કરતાં વધુ પવિત્ર ગણાય છે. આ જાતના દાખલા તમે કેટલાય શોધી શકશે. મારી આ દલીલ વિચારમાં અથવા પૂજામાં શિથિલતા લાવવા માટે નથી; કોઈ પણ સ્વરૂપની ખરા દિલની પૂજા, તે તે પૂજા કરનાર માટે એકસરખી સારી અને પરિણામદાયી છે. કોઈ વ્યક્તિ અથવા મંડળ આ બાબતમાં વિશેષ હક ભોગવે એ જમાનો હવે ગયા. પૂજાના અમુક પ્રકાર અથવા શબ્દો તરફ ઈશ્વર જોતો નથી. તે તો આપણાં કૃત્યની અને આપણી વાણીની આરપાર જોઈ શકે છે. અને આપણા વિચારો જે આપણે પોતે પણ ન સમજી શકતા હાઈ એ તે એ જાણે છે અને સમજે છે. તેની આગળ તો આપણા વિચારે એ જ ખરી વસ્તુ છે.”