પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રાયશ્ચિત્ત અમારે કરવાનું છે २८७ કરીને ખર્ચ મેળવતા જાઓ. તમે દાન મેળવી અને કોઈ માણસે તમને દયાધર્મથી કે મુરબ્બીપણાથી દાન આપે એ હું નથી ઈચ્છતા. એમાં તમારું અધઃપતન થાય.” e એટલે એક વિચક્ષણ વિદ્યાથી કહેવા લાગ્યો : “ અમારાથી અભ્યાસ સાથે એ બનવું કઠણ છે. અમે પણ ભિક્ષા ઉપર નથી રહેવા માગતા એટલુ' આપને કહી દઉં. પણ એક વાત પૂછું : તમે અસ્પૃશ્યતાનિવારણ મંડળના કાર્યવાહકમાં અમને કેમ નથી રાખતા ? એવું કેમ ન કરો કે અર્ધા સવર્ણો અને અર્ધા અસ્પૃસ્યો હોય ? ” e બાપુ : “તમે એ ઠીક પૂછયું. આંબેડકરે પણ એ જ વાત પૂછી હતી. મેં એને સમજાવ્યું કે એ નહી બની શકે. તમારે એવી માગણી ન કરવી જોઈ એ. એ માગણી તો કયારે થાય કે તમે સ્વતંત્ર હો. તમારે માટે આ મંડળ પ્રાયશ્ચિત્ત ધર્મથી ન સ્થપાયેલું હોય પણ બીજા કોઈ સામાન્ય ફંડના જેવું ફંડ હોય, તે તે હું એમ કહે કે તમારા પચાસ ટકા નહીં', પણ સોએ સો ટકા માણસા એ માં હોય. પણ આ લાકા તો કરજદાર છે. કરજદારને પિતાનું ઋણ કેવી રીતે ફેડવું તે સમજાવું જોઈએ. એ કેવી રીતે ફેડાય એની સૂચના તમારી પાસે એ લોકોએ ન લેવી જોઈ એ. પ્રાયશ્ચિત્ત તમારે નથી કરવાનું, અમારે કરવાનું છે. અમે કામ એવું કરીશું કે જે અમને બરાબર પ્રાયશ્ચિત્ત લાગે.” ભાળે (વિદ્યાર્થી ડેપ્યુટેશનના નેતા) : “ સાચું, પણ એ કરજદારની ભાવના તમારામાં છે; બીજામાં છે એમ અમે માનતા નથી. બીજા તે મુરબ્બીવટ જ કરવા માગે છે, ગરીબગુરબાંને દાન જ દેવા માગે છે, એમ અમે જાણીએ છીએ એટલે અમારી આ સૂચના છે.” બાપુ: “ એટલે જ હું કહું છું કે એ લોકોને પોતાના ઋણનું ભાન થાય એવું થવા દો. મને એમનામાં એ ભાન જાગ્રત કરવા દો. એ ન જાગ્રત થાય ત્યાં સુધી તમે હેરાન થશે એ હું જાણું છું. પણ એને માટે હું તમારી પણ કસાટી કરવા માગું છું. હું જ્યારે પૃચ્ચેની સાથે વાત કરું છું ત્યારે તેમને કહું છું તમારે ગમે તેવા મેલાઘેલા ભગી આવે તેને પણ મંદિરમાં જવા દેવા, તેને પણ તમારે વીશીમાં દાખલ કરી. પણ હરિજન ભાઈ એાને કહું છું કે તમે સ્વચ્છ થાઓ, દારૂ છોડે, મુડદાલ માંસ છોડે. આનું કારણ એ છે કે હું હરિજનની સાથે હરિજન તરીકે વાત કરું છું. તમારાં દુઃખો તમને જણાય છે એના કરતાં મને વધારે જણાય છે, કારણ કે મે ઢેડની સ્થિતિ ભોગવી છે. તેમને કેટલીક બાબતમાં સ્વમાનનો વાસ થાય છે એમ ન લાગે અને મારું મન તે તેવી બાબતમાં