પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જનતા માટેનાં મદિરામાં શાસ્ત્રીએ દખલ ન કરે ૩૧૧ ૮૬ મંદિરમાં પ્રત્યેક હિંદને જવાનો અધિકાર છે. શૌચાદિ નિયમો સૌને લાગુ પડે છે. એક જ પ્રકારના હિદને પ્રવેશ કરવાનો રિવાજ ઘણાં વર્ષોથી ચાલે છે. પણ અમુક હિંદુ જઈ શકે અને બીજા હિંદુ ન જઈ શકે એ ધર્મના પ્રશ્ન નથી. હિંદુ જનતા માટે બનેલા મંદિરમાં તો જનારાઓને જ પૂછવું જોઈએ. ધર્મશાસ્ત્રીએાએ દખલ ન કરવી જોઈ એ. થોડા લોકો રહી જાય તેણે બીજાની ઉપર બળાત્કાર ન કરવા જોઈ એ. એમણે પોતાને માટે બીજું મંદિર બનાવવું જોઈએ. મેં મારા ધર્મનો અનુભવ અને અભ્યાસ કર્યો છે તેટલે અંશે મને લાગે છે કે જે લોકો બીજા મંદિરમાં જઈ જ ન શકે તે મર્યાદી બની જાય અને અમુક ક્લાક એ મંદિર તેમને માટે ખેલવામાં આવે. ધાર્મિક વસ્તુ એ છે કે જેનાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને જેને માટે આપણે સર્વસ્વનો ત્યાગ કરીએ. થોડા સ્પૃસ્યાને માટે મંદિર થોડા વખત ખેલાય; પણ સુધાર કા થાડા હોય તો અસ્પૃશ્ય માટે મંદિર નું ખેલાય. “ લઘુમતી અને બહુમતીનો પ્રશ્ન મારા ઉપવાસથી ઊભો થયો. બહુ લોકો અસ્પૃસ્યાના મંદિર પ્રવેશ ઈચ્છે છે એ વિષે શંકા બતાવનારાના જવાબમાં આ મતગણતરીના સવાલ આવ્યો. e “ તમે મને ખાતરી કરી આપે કે અસ્પૃસ્યાનો મંદિરપ્રવેશ શાસ્ત્ર વિરુદ્ધ છે તો મારું કાંઈ ન ચાલે. - “ હું તો માનું જ છું કે જે કામ કરું છું તે ધાર્મિક છે, પણ તમે એ અધમ છે એમ સિદ્ધ કરી આપે તો મારે મારા પ્રયત્ન છોડી દેવો પડે.” પછી એ મની સાથે પ્રશ્નોત્તરી : સત્ર-એકાવન ટકા મત મળે ત્યાર પછી તમે શાસ્ત્રીઓને સાંભળવાનું અભિવચન આપે? બાપુ – હું તો આજે તમે એને અધર્મ સિદ્ધ કરે તો ઉપવાસ છાર્ડ'. સવ – ત્યારે તમે શાસ્ત્રીઓ સાથે ચર્ચા કરવાની સંધિ મેળવી છે ખરી? બાપુ – મારું સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, તમે અહીં આવવાની તસ્દી લીધી તે મારા ઉપવાસને લીધે. મેં મારે માટે તે નિશ્ચય કરી લીધા કે મંદિર ખેલવું એ ધર્મ છે. એ નિશ્ચય અનેક વર્ષો ઉપર કરેલે. વાઈકામમાં હું શાસ્ત્રીઓની પાસે ગયા હતા. તેઓએ મને શંકરસ્મૃતિ બતાવી. તેનું ભાષાંતર પણ કરાવ્યું. પણ પેલા શાસ્ત્રી કહેતા હતા તેનું સમર્થન શ કરસૃતિમાંથી પણ ન મળ્યું. આજે તમે આવીને કહે છે કે અમે કાંઈ નવા પ્રકાશ નાખવા માગીએ છીએ તે હું સાંભળી લઉં, પણ એ ચર્ચા દરમ્યાન ઉપવાસના નિશ્ચય ન છોડી શકું.