પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

34 શાંતિનિકેતન અને આશ્રમ રીતે ચલાવીશું તો કશા ઝઘડા થવાના નથી. હું અસ્પૃશ્યને કહું છું કે તમે હમણાં રોકાઈ જાઓ. આ પ્રાયશ્ચિત્તની દૃષ્ટિ ઉપર ભાર મૂકીને હું ઝઘડા ટાળી રહ્યો છું. મિસ બાર આવ્યાં. એમણે ગામડાંઓમાં જવાની વાત કરી. બાપુએ પ્રથમ શાંતિનિકેતન વિષે એણે ઉઠાવેલી ૨૮-૨૨-'૨ શંકાના જવાબમાં કહ્યું: શાંતિનિકેતન હિંદુસ્તાનમાં એક અનન્ય સ્થાન છે. કદાચ આ પૃથ્વી ઉપર તે અનન્ય હોય. અલબત્ત ત્યાં કેટલીક ચીજો મને ન ગમે એવી છે. પણ કોઈને ગામડાનું કામ જોવાની ઈચ્છા હોય તો બીજા સ્થાનોની સાથે શાંતિનિકેતન જોવાની હું ખાસ સલાહ આપું છું. ત્યાં એ લોકો પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છે અને ગામડાના કામમાં જેને રસ હોય તેણે શાંતિનિકેતન જેવું જ જોઈએ.” આ પછી આશ્રમમાં જવાની સલાહ આપી અને કહ્યું : “ આશ્રમને જોઈને મારી કિંમત આંકજે. મારામાં ખેટ વિનય નથી. હું છું તેથી જુદો જ ચીતરનારા મિત્રો પણ છે. પણ માણસની કિંમત એણે રચેલી સંસ્થા ઉપરથી આંકવી જોઈ એ. કવિની કિંમત જેમ શાંતિનિકેતન ઉપરથી અંકાય તેમ મારી કિંમત આશ્રમ ઉપરથી અંકાય. માણસે બતાવી આપવાનું છે કે પોતાના ઈરાદા એ કાંઈ ક્ષણિક પસાર થઈ જતા વિચારો નથી પણ કાયમ અમલમાં મૂકવાના હોય છે. હું અહિંસા વિષે જે લખું છું તે મારે અમલમાં મૂકી બતાવવાનું છે.” પછી છારાઓની વાત કરતાં કહ્યું : “ આશ્રમની નબળાઈ નો આ એક અજબ દાખલ છે. છારાનો ધંધો ચારી કરવાનો છે. હવે એમની વચ્ચે રહેવાનો અમારે નિશ્ચય કરી લેવો જોઈએ. પોલીસને અમે ફરિયાદ કરીએ નહીં અને તેમને આવતા રોકવા માટે બળ પણ ન વાપરીએ. તેમના કશા વિરોધ નથી થતો એટલે તેમાં વધારે ને વધારે ધૃષ્ટ થતા જાય છે. આને ઉપાય જરૂર છે. પણ એ ઉપાયનો અમલ કરવાની અમારામાં શક્તિ નથી. ઉપાય તો એ છે કે અમારે કશી જ માલમિલકત રાખવી નહીં અને જે હોય તે લઈ જવા ઈચ્છે તેને લઈ જવા દેવું. અહિંસાનું પાલન કરવું હોય તે આ પ્રશ્નને તત્કાળ જવાબ શોધો જોઈએ.” મિસ બાર – કશી મુશ્કેલી ન હોય તો તે આ પૃથ્વી ઉપર સત્ય- યુગ ઊતરે.