પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫૫ આ લડાઈમાં કેવા ભેગા અપાયા છે પુસ્તકે મેં નહાતાં માગ્યાં, મહાદેવે માગ્યાં હતાં. ( અંદર શબ્દ ‘ માગણી ઉપરથી’ હતા. ) “તમે મંદિર પ્રવેશના કામમાં મદદ કરવાનું કહ્યું ત્યારે મેં તેમાં દખલ ન દેવાનું તમને સૂચવ્યું. મારી સૂચના પણ તમે કબૂલ કરી, છતાં રિટ એવા છે કે જેથી ચાલુ આંદોલનમાં તમારી દખલગીરી મે ઈચ્છી હોય, એવો અર્થ નીકળે છે. આવા અર્થથી કાર્યને હાનિ પહોંચે છે. એટલે સત્યની ખાતર અને કાર્યને ખાતર તમારે તુરત સુધારા કરવાની જરૂર જોઉં છું. સુધારા તુરત કરી એમ ઈચ્છું છું. ખાટા રિપોર્ટથી કોઈ પણ કાર્યને મદદ ન થાય. ધર્મને તો નુકસાન જ થાય, એટલે સુધારો કરવામાં દરેક રીતે લાભ જ સમજજે. ” આ લડાઈમાં કેવા કેવા ભોગે અપાયા છે તે નાશિક કેસની જે વિગતો દિન પ્રતિદિન બહાર આવે છે તે બતાવે છે. એક અમૃતલાલે સે કડાને હમેશનું સુખ કરી આપ્યું એમ સૌ કહે છે. કારણ નાશિકમાં કે બીજે હવે જેલરો ચૂં કે ચાં કરતા બંધ થઈ ગયા છે. કાલે બહેન ઇદુમતી જરીવાલા પોતાના પતિ ઈશ્વરલાલ જરીવાલા વીસાપુરમાં મરણ પામ્યા તેની ઉત્તરક્રિયા અથે ૧૫ દિવસ પેરોલ ઉપર છૂટવાનું વાંચ્યું. પતિપત્નીને જેલ, ઘરમાં સગાંવહાલાંનો ઉકળાટ હશે તે જુદો, તેમાં વૈધવ્ય, અને વૈધવ્યનું દુ:ખ લઈ ને પાછું જેલમાં જવું ! બાપુએ એ બહેનને સુરબાળા મારફતે કાગળ લખ્યો. ગોપીકૃષ્ણ નામના એક ભાઈને કાગળ લખ્યો : • યદિ હમ હૈ તો ઈશ્વર હૈ, કોંકિ જીવમાત્રકા સમૂહ ઈશ્વર હૈ જૈસે કિરણકા સમૂહ સૂર્ય હૈ. ઇસ ઈશ્વર પર શ્રદ્ધા હોને કે લિયે આત્મશ્રદ્ધા હોની ચાહિયે ઔર વહ શ્રદ્ધા અનાસક્તિાપૂર્વક સેવા કરનેસે આતી હૈ. શ્રદ્ધા રખનેકા દૂસરા તરીકા યહ હૈ કિ સારા જગત શ્રદ્ધા રખતા હૈ તો હમ ભી રખે. “સ્વાધીન ભારત, લયકા ખ્યાલ તક મૈં તો નહીં કરતા હૈં. સ્વાધીનતાકે સાથ હી લજ્યકા પતા ચલ જાયેગા. આર તો મેરે લેખાંસે દેખ લેના.” મોતીબાબુ બે સાથીઓ સાથે અને હરિભાઉ શાસ્ત્રીઓ સાથે આવ્યા. શ્રીધરશાસ્ત્રી પાટુંકે પહેલી ખાતરી કરી લીધી કે બાપુ ધર્મશાસ્ત્રમાં માને છે, પછી પોતાનું વક્તવ્ય પ્રસિદ્ધ કર્યું : “ જાતિથી કોઈ અસ્પૃશ્ય નથી, ગુણકર્મથી જ માણસ અસ્પૃશ્ય બને છે એમ મેં શાસ્ત્રોમાં જોયું છે. ચંડાલ જાતિ આજે નથી જ.”