પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫૧ સુધા૨ક શાસ્ત્રીઓ બાપુ-જે કર્મ અને ગુણથી અસ્પૃશ્યતા આવે છે તો ભગીકામ ભેગી કરે છે ત્યાં સુધી જ એ અસ્પૃશ્ય છે, અને કામ છોડી નહાઈ-ધાઈ શુદ્ધ થાય એટલે સ્પૃશ્ય થાય છે એમ તમે માને છે ? પાઠક - બરાબર છે. બાપુ- ત્યારે એ લોકોને બીજા હિંદુઓ જેટલો જ દેવદર્શનને અધિકાર છે ના ? પાઠક - અધિકાર છે. પણ જો એ અધિકારનો અમલ કરતાં ભયંકર ઘર્ષણ થઈ જાય તો વ્યવહારમાં કાંઈક બાંધછોડ કરવી જોઈએ. બાપુ - એટલે જ મે કહ્યું છે કે જનતાનો માટે ભાગ એ માને તો જ દેવદર્શન અસ્પૃસ્યા માટે ખૂલવાં જોઈ એ. પાઠક - એ હુ પણ કહુ . લોકકલ્યાણ જોઈને રૂઢિમાં ફેરબદલ કરી શકાય છે. જ્ઞાનેશ્વર મહારાજે ૧૭મા અધ્યાયમાં યજ્ઞહિંસાનો નિષેધ કર્યો છે, એ એ જ દૃષ્ટિએ. હું તમને આટલું તો બધા શાસ્ત્રીઓ પાસેથી કબુલ કરાવી દઉં. બાપુ- પંઢરપુરવાળા શાસ્ત્રીઓ તો ઊલટા જ ગયા છે ! એ તો કહે છે કે અસ્પૃશ્યતા વંશસિદ્ધ છે, અને જનતા કબૂલ કરે તાપણું શાસ્ત્રવિરુદ્ધ છે એટલે મંદિર ન ખૂલે. પછી મેં એમની તડજોડની વાતનું પૃથકકરણ કર્યું અને તેમને કહ્યું કે તમારી અમારી ન બને. અસ્પૃશ્યોને માટે અલગ મંદિર બનાવવાને માટે મારે તમારા પૈસા નથી જોઈતા. પાઠક –બજાજનું મંદિર ખૂલ્યું ત્યારે ઘણા શાસ્ત્રીઓએ અભિનંદન મોકલ્યાં. ભલે ને ધારરકર શાસ્ત્રી ન માને. . . . મોતીબાબુ -તપઃશક્તિ અને રક્ષણશીલ સમાજનો વિરોધ ચાલે છે, એ બેનો સમન્વય ન થાય તો દેશનું ભલું નથી થવાનું. મુંબઈમાં અમે મહાત્માજી વિષે જે કટુવચન સાંભળ્યાં તે સાંભળીને અમારા કાનના કીડા ખરી ગયા. અમને તો લાગે છે કે મહાભાજીમાં ભગવાનને ખરે આવિર્ભાવ થાય છે. પેલા કહે છે કે મહાત્માજી છદ્મવેશે અસુર શક્તિ આવેલી છે. એ દુપ્રભાવમાંથી પંચાનન તર્કરનને ઉઠાવી લઈ આવ્યો છું. એ માણસ કબૂલ કરે છે કે મારામાં તપ:શક્તિ જરાય નથી, પણ મહાત્માજીનાં વચનથી માટે આધાત પહોંચ્યું છે. અમારું કહેવું એ છે કે સનાતનીઓ અને સુધારક પાતપતાનો પક્ષ માંડે. પછી પરામર્શ મહાત્માજી કરે.