પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શાસ્ત્રને અથ કરવાનો નિયમ બાપુનો અભિપ્રાય એ છે કે મંદિર પ્રવેશનો નિષેધ નથી, પ્રાયાશ્ચત્ત છે. આનંદશંકર કહે છે કે દરેક પ્રાયશ્ચિત્તમાં નિષેધ ૨૮-૨૨'રૂ ૨ રહેલે જ છે. બાપુ કહે, હા. પણ જે, પ્રાયશ્ચિત્તમાં | દુકૃત્ય કરનારને માટે સજા છે તેમાં નિષેધ છે, બીજામાં નિષેધ નથી. આનંદશંકરનું કહેવું એ છે કે શાસ્ત્રનો અર્થ કરવાનો નિયમ એ છે કે જ્યાં જયાં નિંદા હોય ત્યાં ત્યાં નિષેધ ગૃહીત જ છે. જ્યાં સ્તુતિ હોય ત્યાં વિધિ છે. | બાપુ – ચાંડાલનો નિષેધ હોય તેવાં વચનો તમે મને બતાવે. હું જાણું છું કે તેમને માટે પરફેકમાં સજાઓ છે. ' - આનંદશંકર — પણ ચાંડાલ મંદિરમાં જાય એ વસ્તુ જ કલ્પના બહાર છે. જેમ એ વેદ ભણે એ કપનાબહાર છે તેમ. એટલે એને માટે કાંઈ નિષેધ નહીં કરેલો. રાજાજી, કેલપ્પન અને માધવન નાયર, રાજાજી લોકોનાં દિલ તમારા ઉપવાસ ઉપરથી વાળવાનું અશકય કામ મેં સાયું. ' માધવન – અમે હા કહીએ તેથી ઉપવાસ અટકશે કે ના કહીએ તેથી, એની લોકોને બિચારાને ખાતરી નહોતી. રાજાજી – તેમને મત આપવાના આવે તે પહેલાં અમે તેમને સમજાવવાનું કામ કર્યું". પછી તો બાવીસ દિવસમાં બાવીસ હજાર મત મેળવ્યા. મંદિરમાં કાણું દાખલ થઈ શકે ? ફક્ત નાયર અને બ્રાહ્મણોને જ દાખલ કરવામાં આવે છે. લિયાન કમલાન વગેરેને બિનનાર ગણવામાં આવે છે. જેઓ મંદિરના છેક ગર્ભગૃહમાં ન જઈ શકતા હોય તેવા બધાને અમે તે મત આપવામાંથી બાતલ રાખ્યા. આ અનિષ્ટની ભંયકરતા તો એમાં રહેલી છે કે આ બધી જ્ઞાતિઓ સ્પૃશ્ય ગણાય છે છતાં એમને મંદિરમાં દાખલ નથી કરતા. - બાપુ – વાઈસરૈયે જે સ્ટેટમેન્ટ બહાર પાડયું છે તે જોતાં હવે આપણે શું કરવું ? તમે શું ધારો છો ? રાજાજી - ઉપવાસ છોડી દેવા જોઈએ. બાપુ - કેમ ? રાજાજી - તમારા સત્યાગ્રહ તે તમારા પોતાના લોકો અને કાર્યકર્તાએની સામે હતા. તમને અને મને સંતોષ થાય એવી એની અસર પણ થાત. હું આશા રાખું છું કે જેમણે તમારી તરફેણમાં મત આપ્યા તેમના