આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સરોજિની દેવીને કાગળ * ટાઈમ્સ'માં, ન ૧ કૅનિકલ ’માં. એટલે સરકારને આ બાબતમાં મદદ કરવાની કેટલી ઈચ્છા છે તે સમજાય છે. રાજાજી બે દિવસથી આવીને બેઠા છે છતાં તેમને મળવાની રજા નથી મળી શકી. બે દિવસ થયાં પ્રેસને માટે સ્ટેટમેન્ટ આપ્યું છે, તે હજી છપાય છે ! અને એ બધાની ઉપર કળશ ચડાવવાને માટે હાઈટ હાલના નિર્ણય ! ઇન્ડિયા લીગ ડેલિગેશનના મિત્રાએ હોરેબિનને રોકીને હારને તથા ‘ડેલી હેરલ્ડ 'ને તારા કર્યા છે. | બાપુ કહે : « પણ એ તે ત્યાંના મુસોલિની સાંભળે તો ના ? સેમ્યુઅલ હાર તા ફાસિસ્ટ છે. ત્યાં બેઠો બેઠા હુકમ કાઢે છે. આજે ત્યાં ફાસિઝમ નહીં તો બીજું શું છે ? એની “ફેર્થ સીલ ’માં પણ ફાસિઝમ જોઈ એ છીએ. હા, એમાં માત્ર એક પ્રકારની પારદર્શકતા છે, એ વાત સાચી.” આજની ટપાલમાં એક બે અપૂર્વ સૌદર્યવાળા કાગળા હતા : ૮૧ વહાલા નાના કરણાના અવતાર અને ભાવિના ભાગ્યવિધાતા,

  • એક આધુનિક કવિના શબ્દોમાં કહું તો ‘તમારા ભલા અને કૃપાળુ સ્વભાવની વિરુદ્ધ જઈને તમે દુનિયા ઉપર અચાનક વજાઘાત કર્યો છે. ગાફેલ દુનિયા તો તમારા બલિદાનની વાત સાંભળીને ચોંકી ગઈ છે અને આશ્ચય, ભય, દુઃખ અને નિરાશાની મિશ્ર લાગણી અનુભવી રહી છે. તમે જે આદર્શને માટે બલિદાન આપવા તત્પર થયા છે તે આદર્શ તમારા જીવન કરતાં પણ તમને વધારે મેં છે, અને તમારા મૃત્યુથી તમે એના ઉપર મહોર મારવા તૈયાર થયા છે.

“ આત્મવિસર્જનના અભુત અને ગૂઢ એવા મહા આનંદમાં નિમગ્ન એવા તમે ત્યાં બેઠા છે. દદશ વાતા મરુતા અગણિત દિલની દર્દભરી આહ પાનખરનાં અસંખ્ય પાંદડાં કરતાં પણ વધારે પ્રમાણમાં વેરી રહ્યા છે. તેનાથી તમે અસ્પષ્ટ છે. તમે સ્વેચ્છાએ જે અશિપ્રવેશ કરવાના છે તેના સમાચાર સાંભળીને લાખો સ્ત્રીપુરુષનાં હૃદય ઘવાયાં છે. તેમની પાસે એવા જ્ઞાનપૂણુ, એવા સુક્ષ્મ તર્ક યુક્ત, એવા વાક્છટાથી ભરેલા, એવા દિલ પિગળાવનારા અને એવા રામબાણ શબ્દો નથી, જેનાથી તેઓ તમારી સાથે દલીલ કરી શકે અથવા તમને સમજાવી શકે, કાંઈ નહીં તો તમારા નિર્ણય મોકુફ રખાવી શકે. પણ તમારા મહા બલદાનને માટે તમે જે હેતુ રાખ્યા છે તે બહુ ઓછા મહત્ત્વના અને માને છે. એ બદલીને ઘણા વધારે વિશાળ, ઘણી વધારે ઊંડે અને ઘણા દૂરગામી, તથા વધારે ઊંડા અન્યાય અને જુલમને દૂર કરનાર એવા વધારે જીવન્ત અને વધારે મહત્ત્વનો મુદ્દો રાખવાનું તમને સમજાવું જોઈતું હતું.