પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હુ' જક્કી નથી ૩ % ઉઘાડવાની સત્તા આપવાનો અધિકાર છે તે એ સત્તા ન વાપરે તો તમે એમ કહી શકે કે એમ કરાવવું એ મારી શક્તિની બહાર છે. બાપુ - ના; હું તો પ્રતિજ્ઞા પૂરી થાય ત્યારે જ ઉપવાસની વાત છાડું. એની ભાષા તમે મારા ઉપર છોડી દો. આપણે પહેલાં તો એ નિર્ણય કરીએ કે ઉપવાસ અમુક મુદત માટે મુલતવી રાખવાના છે કે અમર્યાદ મુદત માટે ? ગુરુવાયુર મંદિરને માટે મારી પ્રતિજ્ઞા છે. મારાથી ઉપવાસ છોડાય તો નહીં જ. મુલતવી રાખું તે તો પ્રતિજ્ઞાનું એક અંગ થયું. હું ને મુલતવી રાખું તો મારી ભૂલ ગણાય. સવાલ એ છે કે મારે ચોક્કસ મુદત માટે મુલતવી રાખવા કે અક્કસ મુદતને માટે? હું ઉપવાસની વાત છાડી જ દઉં' એ તો પ્રતિજ્ઞાના અક્ષરથી વિરુદ્ધ જાય છે, અને પ્રતિજ્ઞાના ભાવથી તે વધારે વિરુદ્ધ જાય છે. રાજાજી – તમે અનાસક્તિની વાત કરી છે. પણ તમે કહો કે અમુક પરિણામ નહીં આવે તો હું મારું જીવન આપીશ. એના કરતાં વધારે આસક્તિ કઈ હોઈ શકે ? - બાપુ - હું એમ કહી શકું કે હું ઉપવાસ મુલતવી રાખું છું, કારણું મંદિર ઉધાડવામાં એવી મુશ્કેલીઓ છે જેનો ઉપાય કરવા લોકોના હાથમાં નથી. એ મુશ્કેલીઓ તો મેં ક૯પી હતી. હુ’ તારીખ ન નકકી કરી શકુ કારણ આ ઉપવાસ સરકારની સામે નથી. પણ લોકોએ તે સાફ સાફ કહેવું જ જોઈ એ કે મંદિર માલવું જ જોઈ છે. મારા પ્રયેગા હું' પૂરા કરું અને મારું જીવન પણ ખતમ થાય ત્યાર પછી હું સાચા હતા કે બેટા તેનો તમે ન્યાય કરી શકે. રાજાજી — પણ મારે કહેવું જોઈએ કે આ ઉપવાસની વાતથી સદ્ભાવ ફેલાવાને બદલે બહુ દુષ્ણાવ ફેલાયો છે. - બાપુ - હા, ત્યાં જ મારી અનાસક્તિ આવે છે. આ પ્રતિજ્ઞા જો ઈશ્વરપ્રેરિત હશે તો જરૂર સદ્ભાવ ફેલાવાના છે. " રાજાજી -આમાં અમારી જે તાવણી થઈ રહી છે તેની આગળ સવિનયભંગનાં દુ:ખે તો કશી વિસાતમાં નથી. બાપુ – જે માણસ અવળે રસ્તે ચડવ્યો હોય અને છતાં પોતાના વિચારને જ વળગી રહે તે જકકી કહેવાય. અને તેના મિત્રાએ તેને સમજાવવો જોઈએ. રાજાજી – હા, તમે બીજા કરતાં તો એાછા જક્કી છે. બાપુ - આ તમારું પ્રમાણપત્ર હું સ્વીકારી લઉં છું. ભગવાનદાસે મને કહેલું કે “ જ્યાં બીજા લોકેા સેટા જેવા અક્કડ રહે ત્યાં તમે ઘણીયે