પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮૪ અલગ મદિરા કાને માટે ? શેશ --હું તો મારી જિંદગીમાં એક જ વાર ગુરુવાયુરમાં ગયો છું. એટલે હું મને મત આપવાનો અધિકારી કેમ ગણું ? - બાપુ ધારો કે મારા જેવા માણસ મંદિરમાં માનતો હોય, પણ વિવિધ કારણોસર મંદિરમાં જતા ન હોય, છતાં તેને પૂરી શ્રદ્ધા હોય. શેશ—એવાને માટે પૂજાની બીજી પદ્ધતિ હાય. બાપુ –ના, મત આપવાનો અધિકાર તો મંદિરમાં માનવાવાળા બધાને હોવા જોઈએ, પછી તેઓ મંદિરમાં ભલે ન જતા હોય. તમે જે કહો છો તેનાં કેટલાં ચાંકાવનારાં પરિણામ આવે તે તમને ખબર છે? જેઓ મંદિરમાં જવામાં બિલકુલ માનતા જ ન હોય તેમાં પણ મત આપવા આવે. એટલે અમે તા લોકોની પ્રમાણિકતા ઉપર છેડ્યું કે મંદિરે જવામાં માનનારા મત આપે. - રાજાજી – હું તો બધી ચોપડીઓ એમની આગળ મૂકવા તૈયાર છું. મંદિરમાં ન જનારાનાં નામ તેઓ છેકી નાખે. એક ટકા પણ તેઓ છેકી નહીં શકે એમ માનું છું. શશ - છેવટે તો આપણે બધા હરિજનાના મંદિરપ્રવેશમાં માનીએ છીએ. થિયા બહુ સ્વચ્છ હોય છે. એમા બહુ ગંદા હોય છે. આપણે એમની સાથે પણ ભળવું? - રાજાજી —ગુરુવાયુરમાં તો નાહીને ભીને કપડે જવું પડે છે. ધાબીનું ધાયેલું કપડું પણ ન ચાલે. બીજે કેટલેક ઠેકાણે ચાલે છે. ઠીક, પણ થિયા લોકોને તો તમે મંદિરમાં જવા દો ને? શશુ – હા, હું એમને જવા દઉં'. પણ તમે હરિજનો માટે જુદાં મંદિર બંધાવા ને ? અને સનાતનીઓ પાસે એના પૈસા અપાવે. e બાપુ તમે એમ કહેવા માગે છે કે સનાતનીઓ પૈસા ખરચીને શાંતિ ખરીદે. મેં તો એમ સૂચવ્યું છે કે બહુમતી મંદિર પ્રવેશની તરફેણમાં હોય તો હરિજને મંદિરમાં જાય. સનાતનીઓને પિતાને માટે નવું મંદિર બાંધવું હોય તો બાંધે. પણ જે હરિજનો તેમ જ સુધારકો લઘુમતીમાં હોય તો તેમને માટે નવું મંદિર બંધાય. શશુ – મને કબૂલ છે. પણ મને લાગે છે કે સાચી મતગણતરી કરવી એ અશકય છે. મદ્રાસમાં ખ્રિસ્તી થયેલા અસ્પૃસ્યાની સાથે ખ્રિસ્તીઓ દેવળમાં પણ અસ્પૃશ્યતા રાખે છે. તેમને દૂર રાખનારા કઠેરા કરી ૨૦-૧૨-'રૂ ૨ દીધા છે. તેની સામે મદ્રાસના બિશપને અનશનની નોટિસ કેટલાક ખ્રિસ્તીઓએ આપી છે એવું આજે વાંચવામાં આવ્યું. બાપુને રમૂજ પડી.