પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પરિશિષ્ટ ૧ સંક૯૫ “પ્રાણાર્પણથી હું તેને વિરોધ કરીશ ?” [૧૩મી નવેમ્બર ૧૯૩૧ના રોજ લંડનમાં લઘુમતી કમિટીની છેલ્લી બેઠકમાં ગાંધીજીએ આપેલા ભાષણમાંથી ઉતારો] e બીજી લધુમતીઓએ જે દાવાઓ રજૂ કર્યા છે તે હું સમજી શકું છું. પણ * અસ્પૃશ્ય” તરફથી જે દાવો રજૂ કરવામાં આવ્યું છે એ મારે માટે વજાઘાત સમાન છે. એનો અર્થ એ ભૂંડા ભેદભાવને કાયમી કરવા એવો થાય છે. | મારા દેશના સ્વાતંત્ર્ય માટે પણ “અસ્પૃસ્ય’ના પ્રાણ સમાન હિતા હું વેચવા ઇચ્છું નહીં'. “ અસ્પૃશ્યસમુદાયને પ્રતિનિધિ હોવાનો હું દાવા કરું છું. આ હું કેવળ કેંગ્રેસ તરફથી નહીં, પણ મારી જાત તરફથી બેલું છું. મારો દાવ એવો છે કે “ અસ્પૃસ્ય’ના મત લેવામાં આવે તો મને સૌથી વધારે મત મળે. હિંદુસ્તાનના એક છેડેથી બીજા છેડા સુધી ભટકીને હું “અસ્પૃસ્ય’ને કહું કે અલગ મતદારમંડળ અને અલગ અનામત એકે એ તમારા પ્રત્યેને ભૂંડે અંતરાય દૂર કરવાના રસ્તા નથી. - આ કમિટી અને દુનિયા સમસ્ત જાણે કે આજે એવા હિંદુ સુધારકા હસ્તી ધરાવે છે, જેએને લાગે છે કે “અસ્પૃ’નું નહીં પણ સનાતન હિંદુ ધર્મનું આ એક કલંક છે. અસ્પૃશ્યતાના આ ડાઘ ભૂંસી નાખવાની તેઓની પ્રતિજ્ઞા . અમારાં મતપત્રકો અને અમારાં વસ્તીપત્રકામાં અસ્પૃ’ને એક જુદા વર્ગ તરીકે ગણવામાં આવે તે અમારે નથી જોઈતું. શીખ લોકો ભલે કાયમને માટે અલગ રહે. મુસલમાનો અને યુરોપિયન પણ ભલે અલગ રહે. પણ “ અસ્પ’ કાયમને માટે એવા રહેવા જોઈ એ ખરા? અસ્પૃશ્યતા જીવતી રહે તેનાં કરતાં તો હિંદુ ધર્મના નાશ થઈ જાય એ હું વધારે ઇછું. તેથી, ડૉકટર આંબેડકર પ્રત્યે અને “અસ્પૃસ્ય’નો ઉદ્ધાર કરવાની તેમની ઇચ્છા પ્રત્યે મારે સદ્ભાવ હોવા છતાં તથા તેમની હોશિયારી માટે મને માન હોવા છતાં મારે કહેવું જોઈએ કે તેઓ આ બાબતમાં મહા ભયંકર ભૂલ કરી રહ્યા છે. તેમને કડવા અનુભવમાંથી પસાર થવું પડયું ૩૯૫