પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વડાપ્રધાનના જવાબ ૧૦, ડાઉનિગ સ્ટ્રીટ સપ્ટેમ્બર ૮, ૧૯૩૨ પ્રિય શ્રી ગાંધી, તમારા કાગળ મળે છે. તેથી મને ખૂબ આશ્ચર્ય થયું છે, અને બહુ દુઃખ પણ થયું છે. અંત્યજોની બાબતમાં બ્રિટિશ સરકારના ચુકાદાનું ખરું તાત્પર્ય શું છે એ બાબતની ગેરસમજથી તમારા કાગળ તમે લખ્યા છે, એમ મને લાગે છે. અમે હંમેશાં એમ સમજતા આવ્યા છીએ કે અંત્યજ વર્ગોને હિંદુ સમાજથી કાયમને માટે છૂટા પાડવામાં આવે તેની સામે તમારા અડગ વિરોધ છે. ગોળમેજી પરિષદની લઘુમતી સમિતિ આગળ તમારી સ્થિતિ તમે બહુ જ સ્પષ્ટ કરી હતી અને ૧૧મી માર્ચે સર ઍમ્યુઅલ હારને લખેલા કાગળમાં તમે તે ફરીથી જણાવી હતી. અમે એ પણ જાણતા હતા કે તમારા વિચાર સાથે મોટા ભાગનો હિંદુ લોકમત મળતો થતો હતો. તેથી જ અંત્યજ વર્ગોના પ્રતિનિધિત્વના પ્રશ્નનો વિચાર કરતી વખતે અમે એ વસ્તુ ખૂબ કાળજીપૂર્વક ધ્યાનમાં લીધી હતી. e અંત્યજ વર્ગની અનેક સંસ્થાઓ તરફથી અમને મળેલી સંખ્યાબંધ અરજીઓ જોતાં, અને સામાન્ય રીતે બધા કબૂલ કરે છે અને તમે પણ ઘણી વાર માન્ય રાખી છે એવી સામાજિક મુશ્કેલીએ તેમને ભાગવવી પડે છે તે જોતાં, અમને લાગ્યું કે ધારાસભાઓમાં વાજબી પ્રમાણમાં પ્રતિનિધિત્વ મેળવવાના તેમના હકને સહીસલામત રાખવાની અમારી ફરજ હતી. તેની સાથે અમે એવું કશું નહીં કરવાની ખૂબ જ કાળજી રાખી છે જેથી તેમની કેમ બાકીના હિંદુ સમાજથી અલગ કપાઈ જાય. ૧૧મી માર્ચના તમારા કાગળમાં તમે પોતે લખ્યું છે કે ધારાસભાએમાં તેમને પ્રતિનિધિત્વ મળે તેની વિરુદ્ધ તમે નથી. સરકારી યોજના પ્રમાણે અંત્યજ વર્ગો હિંદુ સમાજના ભાગ રહેશે જ અને હિંદુ મતદારો સાથે સમાનતાના ધોરણે મત આપશે. પરંતુ હિંદુ સમાજની સાથે રહીને મતાધિકાર ભોગવતાં છતાં, પહેલાં વીસ વરસ સુધી મર્યાદિત સંખ્યામાં અલગ મતદારમંડળ મારફત પોતાના હકા અને હિતો સહીસલામત રાખવાનું સાધન તેમને અમારા ચુકાદાથી ૪૦૩