પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમેરિકાને [ અમેરિકન પત્રકાર મિ. વિલિયમ શિરેએ તારથી ગાંધીજીને તેમના ઉપવાસ વિષે કેટલાક પ્રશ્નો પૂછવ્યા હતા. તે તાર તથા તેના ગાંધીજીએ આપેલા જવાબ નીચે આપે છે. ] શિરેરેને તાર અમેરિકાના કેને, જોકે તમારા અંતરાત્મા પ્રત્યે તેમ જ તમારી ઊડી ધાર્મિક લાગણીઓ વિષે બહુ માન છે, છતાં તમારા ઉપવાસથી તેઓ બહુ ગૂંચવાડામાં પડવ્યા છે. તમે એ ચોકકસ ખુલાસો આપી શકશે જે અમેરિકાના લોકો સહેલાઈથી સમજી શકે ? a મિ. મૅકડોનલ્ડને આપેલા છેલ્લા જવાબમાં તમે જણાવ્યું છે કે અત્યજ વર્ગોને વધારે પડતું પ્રતિનિધિત્વ આપવામાં આવે તેની વિરુદ્ધ તમે નથી. તમે એ શી રીતે કરવા ધારા છો? તમે માનો છો ખરા કે તમારી જનામાં અત્યજ વર્ગના નેતાઓના વિચાર પણ ધ્યાનમાં લેવાવા જોઈએ ? એમની સાથે તમે કેટલે સુધી સમાધાન કરવા તૈયાર છો? - અમેરિકાના લોકો એ પણ નથી સમજી શકતા કે આ રીતે ઉપવાસ કરીને મરી જવાથી હિંદી રાષ્ટ્રીયતાનું તમારું નિર્વિવાદ નેતૃ પદ તમે શું કામ જાણી જોઈને ફેંકી દો છો? અને જે વખતે રાષ્ટ્રીયતા પોતાના સ્વરાજ્યના ધ્યેયની સિદ્ધિની નજીક આવેલી દેખાય છે તે વખતે એને શું કામ મરવા દો છો? વળી અત્યારે તમે હિંદીઓના એક વર્ગોને માટે જ પ્રાણ અર્પતા નથી? તમારા દાવા તો એવો હતો કે આખા રાષ્ટ્રના તમે પ્રતિનિધિ છો, એટલે તમે પ્રાણુ અપે તોપણ આખા રાષ્ટ્રને માટે અર્પો. તમે એક વખત મને કહેલું કે સ્વરાજયની લડત બધા ધર્મસંપ્રદાયથી પર છે અને કેંગ્રેસના નેતા તરીકે તમે રાષ્ટ્રીય હિંદુએ, મુસલમાન, પારસીઓ ખ્રિસ્તીઓ એ બધાના પ્રતિનિધિ છે. એક ધાર્મિક પ્રશ્ન જેનો નિર્ણય કરવાને હિંદુઓને હવે હક નથી રહ્યો, તેની ખાતર અત્યારે તમે તમારા નેતૃપદના ત્યાગ નથી કરતા? હિંદુસ્તાનમાં તેમ જ ઇંગ્લંડમાં દર્શાવેલા તમારા વિચારા અમેરિકાના લોકો આગળ અંતઃકરણથી રજૂ કરવાના પ્રયત્ન કરનાર તરીકે તમારા જવાબની હું કદર કરીશ. e ગાંધીજીને જવાબ આભાર. અમેરિકાની મુંઝવણથી મને આશ્ચર્ય થતું નથી. દુનિયાને હું આશ્ચર્યમાં નાખું છું, એ મારું દુર્ભાગ્ય હોય કે સદ્ભાગ્ય હોય. નવા નવા ૪૧૮