પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બ્રિટનના સાચા મિત્ર [ ઇન્ડિયા લીગના પ્રતિનિધિમ ડળનાં મિસ એલન વિલિકન્સન તથા શ્રી. વિ. કે. કૃષ્ણમેનને ચરવડા જેલમાં ગાંધીજીની મુલાકાત લીધી હતી. ગાંધીજીએ તા. ૨૫મી સપ્ટેમ્બરે એ પ્રતિનિધિમ’ ફળને બ્રિટનને માટે નીચેને સંદેશ આપ્યો. ] આ ઉપવાસનો પ્રત્યેક દિવસ તેમાં ઈશ્વરનો હાથ હોવાનો અચૂક પુરાવો મને પૂરો પાડે છે. અસ્પૃશ્યતાની સામે જાગૃતિનો જે માટે જુવાળ આવ્યા છે તેને માટે, ઈશ્વર અને તેની દયામાં અપાર શ્રદ્ધા રાખવાવાળા હુ પણ તૈયાર નહોતા. કેટલાંક મોટાં મંદિરમાં કશા અંતરાય વિના અસ્પૃસ્યાને આપોઆપ દાખલ કરવામાં આવ્યા છે તેને હું એક આધુનિક ચમત્કાર ગણું છું. હવે જ એ મંદિરોમાં ઈશ્વરનો વાસ થયો છે. અત્યાર સુધી એ મૂર્તિ છે, જેમાં તેના પૂજારીએ ખોટી રીતે અને પોતાના અભિમાનમાં ઈશ્વર હોવાનું માનતા હતા, તે ઈશ્વરવિહીન હતી. e બ્રિટિશ પ્રધાનમંડળના ચુકાદાથી મને ઈશ્વર મારફત ચેતવણી મળી કે એ મારાં બારણાં ઠોકી રહ્યો હતો અને મારી ઊંઘમાંથી મને જગાડી રહ્યો હતો. જે કરારનામું થયું છે તે મારે મન તો શુદ્ધિના કાર્યનો આરંભ જ છે. જ્યાં સુધી અસ્પૃશ્યતાનું નામનિશાન નાબૂદ ન થાય ત્યાં સુધી હૃદયની વેદનાને અંત આવવાને નથી. બ્રિટિશ પ્રધાનમંડળ કશા ઉતાવળા નિર્ણય ઉપર આવે, એમ હું ઈચ્છતા નથી. મારી જાન બચાવવા માટે અથવા દુનિયા આગળ ખરા દેખાવા માટે કચવાતે મને તેઓ આ કરારનામાને સ્વીકાર કરે એ હું ઇચ્છતો નથી. કરારનામાને ખરા મર્મ તેઓ ન સમજ્યા હોય તો તેમણે તે સરવર નામંજૂર કરવું જોઈ એ. પણ જો તેઓ સમજ્યા હોય તો, કહેવાતા સવર્ણો અને કહેવાતા અસ્પૃસ્યો ઈશ્વર સામે પોતાના પૂરા દિલથી જે ભારે સમજૂતી ઉપર આવ્યા છે, તેના એક શબ્દમાં કે એક વિરામચિહનમાં પણ ફેરફાર કર્યા વિના, તેમાં રહેલી એકેએક શરતને તેઓ અમલમાં મૂકે. હું આશા રાખું છું કે તેઓ અને દુનિયા સમજશે કે આ કરાર હું નમ્રતાપૂર્વક એમ કહી શકતો હોઉં તો, પ્રધાનમંડળના ચુકાદા કરતાં કયાંયે ચઢી જાય એવા છે. એમ કહેવામાં કશું અભિમાન નથી. બ્રિટિશ પ્રધાનમંડળ પરદેશીઓનું બનેલું હોઈ, હિંદુસ્તાનની સ્થિતિ વિષે અથવા અસ્પૃશ્યતા શી ચીજ છે એ વિશે તેમને કશી જાતમાહિતી ન હોય. ખરી રીતે આ કામ તેઓના ગજા ઉપરવટનું હતું. જોકે કેટલાક હિંદીઓએ જ ૪૨૪