પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४२१ મહાદેવભાઈની ડાયરી શહેનશાહની સરકારને મોકલી આપી છે, તે ઉપર જણાવેલા હેતુ માટે બરાબર છે, તેથી પોતાના ચુકાદાના ચેાથા પેરામાં જણાવેલી રીત પ્રમાણે સરકાર પોતાના ચુકાદાના નવમા પૈરામાં રાખેલી જોગવાઈ એને બદલે, પ્રાન્તિક ધારાસભામાં પ્રતિનિધિત્વને લગતા આ સમજૂતીના ફકરા સ્વીકારવાની પાલમેન્ટને ભલામણ કરશે. એટલું સ્પષ્ટ છે કે આ સમસ્તૃતીની રૂએ અંત્યજ વર્ગોને આપવામાં આવેલી બેઠકો સાથે સામાન્ય ખેડકાની કુલ સંખ્યા દરેક પ્રાન્તમાં, નામદાર સરકારના ચુકાદાથી અત્યજ વર્ગોને આપવામાં આવેલી બેઠકો તથા સામાન્ય બેઠકના કુલ સરવાળા જેટલી જ રહેશે. સરકાર નોંધ લે છે કે આ સમજૂતીમાં કેટલીક એવી બાબતો નકકી થઈ છે, જે ચોથી ઓગસ્ટના તેમના ચુકાદાના ક્ષેત્રની બહારની છે. સમજૂતીના ફકરા ૮ તથા ૯માં નક્કી કરેલા મુદ્દાઓ એવા છે જે સિદ્ધ કરવાનું બંધારણના બરાબર અમલ કેવા કરવામાં આવે છે. તે ઉપર મુખ્યત્વે અવલંબિત રહેશે. પરંતુ નામદાર શહેનશાહની સરકાર આ ફકરાએની એ રીતે નોંધ લે છે કે અંત્યજ વર્ગો પ્રત્યે સવર્ણ હિંદુઓની ચોકકસ પ્રતિજ્ઞારૂપે એ છે. બીજા બે મુદ્દાઓ પણ સરકારી ચુકાદાના ક્ષેત્રની બહારના છે : (૧) સમજૂતીમાં એમ માની લેવામાં આવ્યું છે કે અંત્યજ વર્ગોનો મતાધિકાર, મતાધિકાર કમિટીની ભલામણ પ્રમાણે રહેશે. એ તો ઉઘાડું છે કે અંત્યજ વર્ગોના (અને સામાન્ય રીતે સધળા હિંદુઓના) મતાધિકારનું ધારણ બીજી કામાના મતાધિકારનું ધોરણ નક્કી કરવામાં આવે તે વખતે જ નકકી થઈ શકે. એ આખે સવાલ નામદાર શહેનશાહની સરકારની વિચારણા હેઠળ છે. ( ૨ ) વડી ધારાસભામાં અંત્યજ વર્ગના પ્રતિનિધિઓની ચૂંટણીના સંબંધમાં સમજૂતીમાં અમુક પદ્ધતિની જોગવાઈ છે. આ વસ્તુ પણ ચુકાદાના ક્ષેત્રની બહારની છે અને વડી ધારાસભાની ચૂંટણી માટેની આખી ચેજનાના એક ભાગ તરીકે એ પણ વિચારણા હેઠળ છે. તેના સંબંધમાં કટકે કટકે નિર્ણય કરી શકાય નહીં. e આ બે મુદ્દાઓની બાબતમાં જે કહેવામાં આવ્યું છે તેનો એ અર્થ કરવાની જરૂર નથી કે સમજૂતીમાં જે સૂચવવામાં આવ્યું છે તેની વિરુદ્ધ નામદાર શહેનશાહની સરકાર છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એ પ્રશ્નો હજી વિચારણા હેઠળ છે. ગેરસમજ થતી અટકાવવા માટે એટલે ખુલાસો ઈષ્ટ છે કે બ્રિટિશ ઈન્ડિયાની સામાન્ય એકાની સંખ્યાના ૧૮ ટકા બેઠકો