પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ આગ કદી બુઝાશે નહીં [ તા. ૨૬મી સપ્ટેમ્બરે પારણાં કર્યા પછી ગાંધીજીએ બહાર પાડેલું નિવેદન. ] ઈશ્વરને નામે શરૂ કરેલા ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવની તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રીની તેમ જ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિય જનની હાજરીમાં મેં કર્યા છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બાલ્યા અને પછી મારું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ” ગવાયું. ઉપવાસના અઠવાડિયામાં દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ભાવની જે ભવ્ય ભરતીનાં દર્શન થયાં તેમાં ઈશ્વરનો હાથ સ્પષ્ટ દેખાતા હતા. દુનિયાના અનેક ભાગોમાંથી ઉપવાસને આશીર્વાદ આપતા જે તારા મળ્યા, તેણે મને, આ સાત દિવસ, શરીરની, મનની અને હૃદયની જે વેદનામાંથી હું પસાર થયા, તેમાં ટકાવી રાખ્યો છે. e અને કામ પણ એ વેદનામાંથી પસાર થવાને યોગ્ય હતું. એક વાર પ્રગટેલે આ હુતાશન, હિંદુ ધર્મમાં જ્યાં સુધી અસ્પૃશ્યતાનું સહેજ પણ નામનિશાન રહેશે ત્યાં સુધી બુઝાવાનો નથી. ઈશ્વરની એવી મરજી હશે અને મારા જીવન દરમ્યાન અસ્પૃશ્યતાનો નાશ નહીં થયેલ હોય તો મને વિશ્વાસ છે કે એવી ધગશવાળા હજારો સુધારકે પડવા છે જેમાં આ ભય કર કલ'કમાંથી હિંદુ ધર્મની વિશુદ્ધિ કરવાને ખાતર પોતાના પ્રાણ પાથરશે. જે સમજૂતી કરવામાં આવી છે તેમાં, હું જોઈ શકું છું તે પ્રમાણે, બધા પક્ષેની ઉદારતા રહેલી છે. એમાં હદયેનું મિલન છે. એક તરફથી ડો. આંબેડકર, રા. બ. શ્રીનિવાસન અને તેમના મંડળના અને બીજી તરફથી રા. બ. એમ. સી. રાજાનો એક હિંદુ તરીકે હું આભારી છું. કહેવાતા સવણ હિંદુઓ જમાના થયાં જે અન્યાય આચરતા આવ્યા છે તેમને સજા પહોંચાડવાને ખાતર પણ તદ્દન બિનસમાધાનકારી અને વિરોધી વલણ તેએ અખત્યાર કરી શકતા હતા. તેમણે તેમ કર્યું હોત તો, બીજા કાઈને નહીં તે મને તેમના વલણથી જરાયે ખાટું લાગત નહીં અને કેટલાયે જમાનાથી હિંદુ સમાજથી બહિષ્કૃત થયેલા એ લોકોને જે ત્રાસ વેઠવા પડયા છે તે માટે મારી જાન એ તો સાવ નજીવી કિંમત ગણાત. પરંતુ ४२८