પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી કદી આદરીશ તો એની પ્રેરણા થશે ત્યારે જ આદરીશ. પણ જ્યારે પહેલવહેલી એની પ્રતિજ્ઞા કરેલી ત્યારે એને ઉદ્દેશ અસ્પૃશ્યતાને જડમૂળથી ઉખેડવાનો હતો એમાં શંકા નથી. એણે આવું રૂપ લીધું એ કંઈ મારી પસંદગી ન હતી.. પ્રધાનમંડળના નિણ એ મારા જીવનમાં અણીની ઘડી એકાએક ઉતાવળે આણી. જોકે હું જાણતો હતો કે બ્રિટિશ પ્રધાનમંડળના નિર્ણય પાછા ખેંચાવા એ આ યજ્ઞની પૂર્ણાહુતિ નહોતી, પણ તેનો આરંભ હતા. આવી પ્રચંડ શક્તિની પાછળ એના ચાલકેાને પણ અજ્ઞાત એવા અતિમૂઢ મમ ન રહેલા • હાય તો કેવળ એક રાજદ્વારી નિર્ણયને બદલાવવા માટે એવી શક્તિને વાપરી શકાય નહીં. જે લોકોને એની સાથે સંબંધ હતો તેમણે સ્વયંતિથી એ મને એળખ્યા અને જવાબ આપ્યો. - ઉપવાસને ઉદ્દેશ અત્યારે જીવતાં માણસાની સ્મૃતિ પહોંચે છે એટલા સમયની વાત કરીએ તો, કદાચ કોઈ એ ન કર્યા હોય એટલા પ્રવાસે હિંદના એક છેડાથી બીજા છેડા સુધી મેં કર્યો છે, એટલાં ગામડાંમાં મેં પ્રવેશ કર્યો છે, અને એટલાં કરાડા માણસાના સમાગમમાં હું આવ્યો છું. એ બધાંએ મારું જીવન નિહાળ્યું છે. એમણે જોયું છે કે મેં ‘સ્પૃશ્ય’ અને ‘ અસ્પૃશ્ય ’ વચ્ચે કે જાતિજાતિ વચ્ચે કશા ભેદ માન્યા નથી. તેમણે મને ઘણી વાર તેમની પોતાની ભાષામાં બોલતા, અસ્પૃશ્યતાની સખત ઝાટકણી કાઢતા, અને એને શાપ તરીકે તથા હિંદુ ધર્મના કલંક તરીકે વર્ણવતા સાંભળ્યો છે. કેટલાક વિરલ અપવાદ સિવાય હિંદુસ્તાનના તમામ ભાગોમાં આવી જાહેર કે ખાનગી સભાઓમાં અસ્પૃશ્યતા વિરુદ્ધ રજૂ કરેલા મારા વિચારોને કશે વિરોધ કરવામાં આવ્યા નથી. મોટી માનવમેદનીએાએ અસ્પૃશ્યતાને વખેડનારા અને પોતાને ત્યાંની અસ્પૃશ્યતા દૂર કરવાની પ્રતિજ્ઞા કરનારા ઠરાવ પસાર કર્યા છે, અને તેમણે અસંખ્ય પ્રસંગોએ ઈશ્વરને પોતાની પ્રતિનાના સાક્ષી રાખ્યા છે, અને ઈશ્વર પોતાને એ પ્રતિજ્ઞા પાર પાડવાનું બળ આપે એ માટે તેના આશીર્વાદ માગ્યા છે. - મારા ઉપવાસ આ કરાડાની સામે હતા. એમના પ્રેમના જુવાળે પાંચ દિવસમાં પરિવર્તન કરી બતાવ્યું અને યરવડાના કરાર હરતીમાં આપ્યો. હવે જો તેઓ એ કરારનું પૂરેપૂરું પાલન નહીં કરે તો નવો ઉપવાસ તેમની સામે આદરવામાં આવશે. હવે સરકાર આમાંથી લગભગ નીકળી ગઈ છે. તેણે તો એ કરારના પિતાને લગતા ભાગના તાબડતોબ અમલ કર્યો છે. યરવડા કરારના ઠરાવોના મોટા ભાગના અમલ તો આ કરાડાએ, મેં ઉપર વર્ણવેલી સભાઓમાં ટોળાબંધ આવનારા આ સવણુ કહેવાતા