પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હિન્દુ સમાજની કસેટી ૪૩૫ તેમાં એને મેળવવાને હું સ્વપ્ન પણ વિચાર ન કરું. અસ્પૃશ્યતાને જે રૂપમાં આપણે બધા જાણીએ છીએ તે હિંદુ ધર્મનાં મર્મસ્થળાને કારી ખાનાર કીડે છે. જ્યારે ભોજન અને વિવાહના પ્રતિબંધ હિંદુ સમાજના વિકાસને આડે આવનારા અંતરાયો છે. આ ભેદ ધરમૂળને છે એમ હું માનું છું. આવી વાવાઝોડા જેવી હિલચાલમાં મુખ્ય પ્રશ્ન પર વધારેપડતો બોજો લાદીને એને જોખમમાં નાખવામાં ડહાપણ નથી. વળી જનસમૂહને અત્યાર સુધી અસ્પૃશ્યતાનિવારણનું જે સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તેનાથી જુદુ જ સ્વરૂપ હવે એકાએક બતાવવામાં આવે તો એ જનસમૂહનો વિશ્વાસઘાત કર્યો પણ ગણાય. એટલે એક બાજુએ, જ્યાં લોકો પોતે જ વર્ણા'તરભાજનને માટે તૈયાર હોય ત્યાં એ ભલે ચાલે, પણ એને રાષ્ટ્રવ્યાપી હિલચાલનું અંગ ન બનાવવું જોઈ એ. સનાતની એટલે ? . પિતાને સનાતની કહેવડાવનાર કેટલાક સજજનો તરફથી મને કાગળ મળ્યા છે. કેટલાકે તેમાં પોતાના રાષ ઠાલવ્યા છે. એમને મન અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું આવશ્યક અંગ છે. એમાંના કેટલાક મને ધર્મભ્રષ્ટ થયેલો માને છે. બીજા કેટલાક માને છે કે અસ્પૃશ્યતા વિરુદ્ધના ને એવા બીજા વિચારો મે ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામમાંથી લીધેલા છે. બીજા કેટલાક વળી અસ્પૃશ્યતાના સમર્થનમાં શાસ્ત્રાનાં વચનો ટાંકે છે. એમને મેં આ લેખ દ્વારા જવાબ આપવાનું વચન આપ્યું છે. તેથી હું આ પત્રલેખકાને કડેવા ઇચ્છું છું કે હું પોતે સનાતની હોવાનો દાવો કરું છું. “સનાતની’ની તેમની વ્યાખ્યા મારી વ્યાખ્યાથી જુદી છે. મારે મન સનાતનધર્મ એ ઐતિહાસિક સમય પહેલાંની પણ પેઢીઓ પાસેથી વારસામાં ઊતરી આવેલા અને વેદ તથા ત્યાર પછીનાં લખાણો પર રચાયેલે પ્રાણવાન ધર્મ છે. મારે મન વેદ એ ઈશ્વર અને હિંદુ ધર્મ જેટલા જ અવ્યાખ્યય છે. છાપેલા ચાર ગ્રંથ એટલે વેદ એમ કહેવું' એ અર્ધ સત્ય છે. આ ગ્રંથા તે અજ્ઞાત દ્રષ્ટાઓનાં પ્રવચનોના અવશેષમાત્ર છે. પાછળના માણસેએ આ મૂળ મૂડીમાં પોતાના જ્ઞાન અનુસાર ઉમેરા કર્યા છે. - પછી એક વિશાળબુદ્ધિ’ પુરુષ ગીતાના પ્રણેતા ઉત્પન્ન થયા. તેણે હિંદુ સમાજને ઊંડા તત્ત્વજ્ઞાનથી ભરેલું અને છતાં મુધ જિજ્ઞાસુને સહેજે સમજાય એવું હિંદુ ધર્મનું દેહન આપી દીધુ. હિંદુ ધર્મના અભ્યાસ કરવા ઈચ્છનાર દરેક હિંદુને માટે એ એકમાત્ર સુલભ ગ્રંથ છે; અને બીજા બધાં ધર્મશાસ્ત્ર બળીને ભસ્મ થઈ જાય તેપણ આ અમર ગ્રંથના સાતસે શ્લોકો હિંદુ ધર્મ શું છે ને એને વનમાં શી રીતે ઉતારાય એ બતાવવાને