પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાપનું પ્રક્ષાલન * ઉપકાર નહીં, પ્રાયશ્ચિત્ત એક ભાઈ શિક્ષત હોવા છતાં સૂચના કરે છે કે હરિજનને સવર્ણ હિંદુઓની હારમાં મૂકવામાં આવે તે પહેલાં તેમણે એવા આવકારને માટે લાયક બનવું જોઈએ, પોતાની ગંદી રેવાને ત્યાગ કરવો જોઈ એ, મુડદાલ માંસ ખાવાનું છોડી દેવું જોઈએ. બીજા એક ભાઈ તો એટલે સુધી કહે છે કે ભંગી અને અમારાએ જેને એ ભાઈ મેલા ધંધા’ ગણે છે તે છોડી દેવા જોઈએ. આ ટીકાકારો ભૂલી જાય છે કે હરિજનામાં જે કંઈ કહે જણાય છે તેને માટે સવર્ણ હિંદુઓ જ જવાબદાર છે. ઊંચા ગણાતા વર્ણોએ તેમની ચોખ્ખા રહેવાની સગવડો છીનવી લીધી છે, એટલું જ નહીં પણ તેમની સ્વચ્છતાની વૃત્તિ જ મારી નાખી છે. ભંગી અને ચમારના ધંધા તો હું ગણાવું એવા બીજા ઘણા ધંધા કરતાં જરાયે મેલા નથી. એ વાત કબુલ છે કે આ ધંધા બીજા ઘણા ધંધાની પેઠે મેલી રીતે ચલાવવામાં આવે છે. એનું કારણ પણ ‘ઉચ્ચ વર્ણો ની ઉદ્ધતાઈભરી બેદરકારી અને અક્ષમ્ય ઉપેક્ષા જ છે. હું જાતઅનુભવ પરથી કહી શકું છું કે ભગીકામ અને ચમારકામ બંને પૂરેપૂરી નીરોગી અને સ્વચ્છ પદ્ધતિએ કરી શકાય છે. દરેક માતા પિતાનાં બાળકોના સંબંધમાં ભેગી છે, અને આધુનિક વૈિદકના દરેક વિદ્યાથી ચમાર છે, કેમ કે તેને માણસનાં શબ ચીરવાં પડે છે ને તેની ચામડી ઉતારવી પડે છે. પણ એમના ધંધાઓને આપણે પવિત્ર ગણીએ છીએ. હુ કહેવા ઈચ્છું છું કે સામાન્ય ભંગી અને ચમારના ધંધા માતા અને ડોકટરાના ધંધા કરતાં જરાયે એાછા પવિત્ર કે ઓછી ઉપયોગી નથી. સવણ હિંદુઓ જે પોતાને હરિજન પર ઉપકાર કરનાર આશ્રયદાતા માનશે તો આપણે ભીત ભૂલવાના છીએ. અત્યારે સવર્ણ હિંદુઓ હરિજના માટે જે કંઈ કરશે તે એમણે હરિજનો પ્રત્યે પેઢીએ થયાં કરેલા અન્યાયનું મોડેમોડે પણ પ્રાયશ્ચિત્ત જ કર્યું ગણાશે. આજે હરિજનો જેવા છે તેવા તેમને અપનાવવા જ જોઈ એ. એવી સ્થિતિમાં એમને અપનાવવા પડે છે એ આપણા ભૂતકાળના અપરાધની સજા છે ને એ સજાને આપણે લાયક * બીજું નિવેદન તા. ૫-૧૧-૧૯૩૨ ૪૩૭