પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વચનપાલનને સવાલ થવાનું હોય તે થવા દઉં' તે હે હિંદુસ્તાનના સેવક તરીકે તેમ જ સાથી તરીકે નાલાયક ઠરું. પણ આમાં એક સાથીની જિંદગી અને મારી પોતાની શાખ કરતાં બીજી મોટી વસ્તુ છે. દરેક જણ કબુલ કરે છે કે હરિજનાનો સવાલ અત્યારે જ ઉકેલાવા જોઈએ, નહીં તો કદી નહીં - ઓછામાં એાછું અત્યારની પેઢીની હયાતીમાં અથવા ભવિષ્યની અનેક પેઢીઓ સુધી તો નહીં જ ઉકેલાય. એવાં હજારો સ્ત્રીપુર ષ છે જેઓ હિંદુ ધર્મને એટલા જ કારણે વળગી રહ્યાં છે કે તેમની માન્યતા પ્રમાણે હિંદુ ધર્મમાં માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસને માટે પૂરેપૂરા અવકાશ છે. લગભગ ચાર કરોડ મનુષ્યાની સામે મૂકેલો આ પાપી પ્રતિબંધ હિંદુ ધર્મના એ દાવાની સામે એક કાયમનું પ્રદાન છે. મારા જેવા માણસો માને છે કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી. તે “ અદકેરું અંગ છે. પણ જે એથી ઊલટી સ્થિતિ જણાય અને જો હિંદુ આમવર્ગનું માનસ ખરેખર અસ્પૃશ્યતાને સ ધરવા માગતું હોય તે મારા જેવા સુધારકાને માટે પોતાની શ્રદ્ધાની વેદી પર આત્મબલિદાન આપ્યા વગર બીજો રસ્તો રહેતો નથી. અંતિમ બલિદાન આવા ઉપવાસ આપઘાતમાં ખપે એ મહેણું હું ધીરજથી અને શાંતિથી સાંભળી રહ્યો છું. હું એને આપધાત માનતા નથી. ઊલટું જ્યારે બીજા તમામ પ્રયત્નો સાવ નિષ્ફળ નીવડે ત્યારે ઊડી ધર્મશ્રદ્ધાવાળા માણસને માટે આ અંતિમ બલિદાન સિવાય આત્માની મુક્તિનું બીજું દ્વાર રહેતું નથી. તેથી મારા મત પ્રમાણે મેં હિંદુ ધર્મને સારુ જે દાવો કર્યો છે તેની આ આકરી કસોટી છે. અને જે વચન મે ગોળમેજી પરિષદમાં કહેલું તે જ અહીં કરી કહું છું કે જે અસ્પૃશ્યતા જીવે તો હિંદુ ધર્મ મરી જશે, અને જે હિંદુ ધર્મને જીવવું હોય તે અસ્પૃશ્યતાને મરવું પડશે. અને આજે હું હિંમતભેર કહું છું કે હિંદુસ્તાનમાં હજારો નહીં તો સેંકડો સ્ત્રીપુરુષો ગણાય. તમે અંતરને પૂછી જુઓ કે આ પ્રસ્તુત કારણે તમને ઉપવાસ મા કૂફ રાખવાનો અવકાશ છે કે નહી ? અને ઝામરિનના તારની દૃષ્ટિએ તમે આ અંતિમ પગલાની પૂરતી નોટિસ આપેલી કે નહી ? ” ચરવડા, કટોબર ૨ | * તમારે તાર મજા. તાત્કાળિક પરિણામની આશા હેાચ તેની નિ ચ પર અસર ન થવી જોઈ એ. કેવળ ધર્મ ની દૃષ્ટિએ હું મારો અભિપ્રાય કરી જણાવું છું કે તમારે ઉપવાસ માફ રાખવા અને મારા તારમાં જણાવ્યા પ્રમાણે નોટિસ આપવી. ઈશ્વર સહાય કરશે તો હું એ બેનમાં ભાગ પડાવીશ નું મતિને તાર એકલે.”