પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી આવેલા પોતાના લેાકાને મોડે મોડે પણ જરા સરખો ન્યાય કરવાને નારાજ છે, તે સમાજના અંગ તરીકે જીવવાની હું પરવા ન કરું. અને આ પત્રલેખકે લખેલી બીજી વાત જે ખરી હોય કે જે કરડેને વિષે મેં લખ્યું છે તેમણે અસ્પૃશ્યતાની મારી સખત ઝાટકણીને ખરેખર ટકા કદી. આપ્યા નહોતા, પણ મારા ‘મહાન વ્યક્તિત્વ' અથવા મારી “ રાજદ્વારી આગેવાની ' પ્રત્યેના આદરને કારણે તેઓ ચૂપ રહ્યા હતા અથવા તેમણે ટેકા પણ બતાવ્યા હતા, તો મારા ઉપવાસની યોગ્યતાનું એ ત્રીજું કારણ ગણાય. આવા જરૃડાણાની વચ્ચે જીવવું મને ભારરૂપ થઈ પડે. આગેવાનો તેમ જ લાકા મારા જેવા ‘મહાત્મા’એનો પણ વિરોધ કરવાની અને પોતાની વાત પર કાયમ રહેવાની જરૂર જેટલી વહેલી સમજી જાય તેટલું તેમને પોતાને માટે, દેશને માટે, અને મારા જેવા માણસો માટે સારું છે. વાતાવરણને એવું ચોખ્ખું કરવાને ખાતર પણ હું ખુશીથી ઉપવાસ કરું. આ ભાઈ એ આ કાગળ લખીને હિલચાલમાં વખતસર ફાળા આપ્યો છે. હિલચાલમાં પડેલાએાએ તેના તેમ જ આગામી ઉપવાસને મમ સમજવા જોઈએ. મારાથી દેવાય એટલે ભાર દઈ ને હું તો ફરી ફરીને કહું છું કે મારા ઉપવાસ કોઈ પણ માણસ પર, તે જેને સમાજ કે દેશનું હિત માનતા હોય તેથી વિરુદ્ધ વર્તાવાની જબરદસ્તી કરવા માટે છે જ નહીં. મારે ઉપવાસ એવા માણસે સામે પણ નથી, જેમનાં નામ કે સંખ્યા હું આપી શકું. તેને ઉદ્દેશ, જે કરોડે મારી નજર આગળ છે ને જેમની ને મારી વચ્ચે અતૂટ પ્રેમગ્રંથિ છે એમ હું માનું છું, તે કરોડ પર અદસ્ય અને અજ્ઞાત રીતે અસર પાડવાનો ને તેમને હલાવવાનો છે. આવા ઉપવાસની અસર કેવી રીતે થાય છે એ હું જાણતો નથી. અસર થાય છે એટલે મારા અનેક વેળાના જાતઅનુભવ પરથી જાણું છું. - આ પત્રલેખક કહે છે કે “મેં જે અત્યારે કબૂલ્યું તે લંડનમાં કબૂલ્યું હોત તો આ કરારની કશી જરૂર ન પડત.’ ગઈગુજરીને ઉખેળવાની મારી ઈચ્છા નથી. હું એટલું જ કહ્યું કે મારાથી જે હિંદુસ્તાનમાં થઈ શકયુ તે લંડનમાં હું ન કરી શક્યો હોત. આ પત્રલેખક એ વખતે લંડનમાં હતા, છતાં જે હકીકતો હું જાણું છું તે તેઓ નથી જ જાણતા. e છતાં પ્રજ એવો ખ્યાલ ન બાંધે કે કરારનો વિરોધ કરનારા ઘણા કાગળ મારી પાસે આવ્યા છે. મને યાદ છે ત્યાં સુધી એ જાતના આ પહેલા જ કાગળ છે. જબરદસ્તીની ફરિયાદના બે ત્રણ કાગળ આવ્યા છે, પણ એક કાગળમાં એમ કહેલું નથી કે એટલા માટે હરિજાને જે આપ્યું તે મેળવવાનો તેમને હક નહોતા. અને આ એક કાગળની સામે ઉપવાસને