પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હરિજને પ્રત્યે ૪પ૧ એના અમુક ભાગ જ, અને તે પણ ગંદી રીતે, સાફ કરી શકાય. આ પાયખાનાં વાપરવાં એ દરરોજ નરકે જવા સમાન છે. આબોહવા જો સુંદર ન હોત તો અત્યાર કરતાં ઘણાં વધારે હજારો માણસ વહેલાં સ્મશાનમાં પહોંચ્યાં હોત. જે હરિજનોને આ અતિ આવશ્યક સમાજસેવા કરવી પડે છે તેઓ આજના પ્રતિકૂળ સંજોગોમાં પણ પાયખાનાં સાફ કરીને તરત જ સ્નાન કરી શકે છે, અને સફાઈ માટે એ થોડુંક ઘાસ વાપરે છે તૈને બદલે સૂકી મારી વાપરી શકે છે. હું કુશળ ભંગી હોવાનો દાવો કરું છું ને મારા દાવા સાચે છે, એટલે ખાસ કરીને જે ગ્રામવાસીઓ અને નગરવાસીઓ મદદ કરે તો હું આ કામ કરવાની ઘણીયે સસ્તી, સારી અને સંપૂર્ણપણે સ્વચ્છ રીતો બતાવી શકુ એમ છું. પણ આ રસિક વિષયને હું આ સામાન્ય લેખમાં ન ચચી શકું. જિજ્ઞાસુને સફાઈ વિષેનાં અને ખાસ કરીને ગામડાંની સફાઈ વિષેનાં મારાં લખાણો જેવા ભલામણ છે. ભંગીઓ જ્યારે સફાઈનું કામ કરતા હોય ત્યારે તેમણે ધંધાને ખાસ પોશાક પહેરવા જોઈએ. ભંગીને રોકનારા ધરધણીએ કે ઘરધણીઓના સમૂહે પોતાના ભંગીને એવો પોશાક પૂરો પાડવો જોઈએ. ચમારકામ સ્વછ રીતે ચામડાં કેળવવાનું કામ એથી ઘણું વધારે મુશ્કેલ છે. આપણા ચમારો મડદાંની ચામડી ઉતારવાની કે ચામડાં કેળવવાની આધુનિક પદ્ધતિ જાણતા નથી. * કેળવવું ' શબ્દ મેં અહીં બહોળા અર્થમાં વાપર્યો છે. ઉચ્ચ કહેવાતા વર્ગોએ પાતાના સ્વધામાં અને સ્વદેશવાસીઓના આ ઉપગી વર્ગ પ્રત્યે અક્ષમ્ય બેદરકારી બતાવી છે, તેથી મડદાં ઉપાડી જવાથી માંડીને ચામડાં કેળવવા સુધીની આખી ક્રિયા અણધડ રીતે થાય છે, અને પરિણામે દેશને અપાર આર્થિક નુકસાન થવા ઉપરાંત ચામડું હલકી જાતનું બને છે. શ્રી મધુસૂદન દાસ અત્યંત પોપકારી સજજન છે. તેઓ જાતે ચામડાં કેળવવાની ક્રિયાઓ શીખ્યા છે. તેમણે આંકડાઓ આપીને બતાવ્યું છે કે ધર્મને નામે અસ્પૃશ્યતાનો વહેમ ચાલવાથી દેશને દરવર્ષે કેટલું નુકસાન થાય છે. હરિજન કાર્યકર્તાઓ એ આધુનિક પદ્ધતિ શીખી શકે અને તે ચમારને બની શકે એટલી શીખવે. ઘરધણીએ જે એઠવાડ નિર્દયમાં નિર્દય રીતે ફેકે છે તે ન સ્વીકારવાનું ભંગીઓને શીખવવું જોઈ એ. વરસેની ટેવથી ભંગીઓની સુરુચિની ભાવના

  • આ લખાણો નવજીવન પ્રકાશન મંદિર તરફથી ‘ગામડાંની વહારે’ એ નામે પુસ્તકાકારે પ્રગટ થયેલાં છે. કિંમત છે આના.