પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૭૧ મહાદેવભાઈની ડાયરી તળે સાથે બેસીને જમવું એ સહભોજન નથી. હરિજનોની “અસ્પૃશ્યતા’ દૂર થાય તો બીજા વર્ગોને જે બે જમાડવામાં આવે તે ઢએ તેમને કુટુંબમાં જમાડવામાં કશો વાંધો ન હોઈ શકે. ને વળી એવા અસંખ્ય ઉસ, મેળાવડાઓ અને ધર્મ વિધિએ છે જેમાં સવર્ણો હરિજનાને કદી નેતરતા નથી. તેમનાં ઢોર ને ઘરનાં બીજા પશુ તેમનાં સુખદુ:ખમાં ભાગ લઈ શકે, પણ હરિજનો ન લઈ શકે. અને જે લઈ શકે તો તે એવે પ્રસંગે જ્યારે એમને તીખાશથી યાદ કરાવવામાં આવે છે કે તેઓ સવર્ણોની હારનાં માનવી નથી. a સવર્ણ હિંદુઓ પેાતાનું પાપ ધુએ એને માટે તેમનામાં જે જાતનાં પ્રચાર અને કામ થઈ શકે ને થવાં જોઈ એ તેનાં થોડાંક દષ્ટાંતા જ મેં બતાવ્યાં છે. પણ જેમ કુટુંબમાંથી બહિષ્કૃત કરેલાને પાછા બોલાવવામાં આવે છે ત્યારે તેની ખાસ સારવાર અને કાળજી રાખવામાં આવે છે, તેવી રીતે જ્યારે સવર્ણોમાં પોતાના પાપનું ભાન ખરેખર જાગશે ત્યારે તેઓ હરિજનામાં કામ કરશે. તે વખતે તેઓ હરિજનો પાસે શિક્ષક કે દાતા તરીકે નહી' જાય, પણ દેવાદાર માણસ લેણદારની પાસે પોતાનું દેવું ચૂકવવા જાય એવી રીતે જશે. અને એ નમ્રભાવથી તેઓ હરિજનને ને તેમનાં બાળકોને શિક્ષણ આપશે અને બીજી દરેક રીત બનતી મદદ આપશે. અધીરાઈ જોઈએ એમ કહેવામાં આવ્યું છે કે જો આ રચનાત્મક કાર્યક્રમ ઉપાડી લેવામાં આવે તો તે એટલે ખરચાળ ને એટલો લાંબાલચ નીવડે કે તેથી તાત્કાલિક લાભ ન થાય. જો એ મૂઠીભર સુધારકાએ પાર પાડવાનો ના જ કાર્યક્રમ હોય તો એમ બને ખરું. પણ જે એને સવર્ણોની આત્મશુદ્ધિના કાર્યક્રમનું એક અંગ બનાવવામાં આવે તો એ જુદું જ રૂપ ધારણ કરે છે. ઝાડની કિંમત જેમ તેના ફળ પરથી 'થાય છે તે જ રીતે સવર્ણોના હૃદયપરિવર્તનની કિંમત તેનાં પરિણામો પરથી અંકાવાની છે. તેથી, પોતે દિવસમાં પાંચ હરિજનોનો સ્પર્શ કર્યો કે એક હરિજનને જમાડ્યો એટલું કહી શકે એટલું તેમને માટે પૂરતું નથી. તેમનામાં નવા જમેલા હરિજનપ્રેમને લીધે તેઓ આ ઉપેક્ષિત માનવજીવાને બની શકે એટલી બધી મદદ કરવાને અધીરા બની જવા જોઈએ. આખરે તો હરિજનોને પોતાને હિંદુ ધર્મની નવી જાગૃતિની અસર અનુભવવાની છે; અને જ્યાં સુધી સવર્ણો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ને પ્રત્યેક પ્રવૃત્તિમાં