પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી અસ્પૃશ્યતાનો આજે જે અર્થે કરવામાં આવે છે, અને જે રીતે એ આચરવામાં આવે છે તે નીતિના કાઈ પણ કાનૂનથી તદ્દન વિરુદ્ધ છે એ વિષે શંકા હોઈ શકે નહીં. આ કલકને ધોઈ નાખવું એ સવર્ણ હિંદુઓને માટે આત્મશુદ્ધિનું આધુનિક જમાનાનું મોટામાં મોટું કાય છે. તેથી હું આશા રાખું છું કે મધ્યવતી સંધ જે કાર્યક્રમ બહાર પાડે તેને પૂરેપૂરો જવાબ મળશે. હું સનાતની મિત્રોને વીનવું છું કે તેઓ પણ આ કાર્યક્રમમાંથી એટલા કારણસર અળગા ન રહે કે મંદિરપ્રવેશમાં તેઓ સંમત થઈ શકતા નથી. કોઈ પણ માનવબંધુની સેવા કરવી એ કોઈ પણ ધર્મના આદેશથી વિરુદ્ધ હોઈ શકે જ નહી. પછી હરિજન જે હિંદુ સમાજનું અંગ ગણાય છે તેની સેવા કરવી એ હિંદુ ધર્મથી શી રીતે વિરુદ્ધ હોઈ શકે ? હરિજનો સાચે જ ઈશ્વરનાં બાળકો છે કેમ કે આપણે તેમને ત્યજી દીધાં છે. અસંખ્ય માયામમતાભર્યા કૃત્યોથી સનાતનીઓ તેમની સેવા કરી શકે છે. કેઈના ઉપવાસથી હુ ધર્મવિમુખ ન થા* એક ભાઈ જેને અવધૂત સ્વામી તરીકે વર્ણવવામાં આવ્યા છે તેના ઉપવાસનું છાપામાં મેં વાંચ્યું છે. એ સાચી વાત છે કે આ ભાઈ એ કેટલાક મહિના અગાઉ મને થોડા કાગળો લખેલા. મને એવા ઘણા કાગળો ઘણી વાર મળે છે, તેના જેવા એ લાંબા, અસંબદ્ધ અને અપ્રસ્તુત હતા. એ કાગળોની મારા ઉપર એવી છાપ પડેલી કે એના લખનારનું મગજ ઠેકાણે નથી. એમણે પોતાના કાગળમાં લખેલું કે તેઓ મને ૧૯૧૯માં અથવા તે અરસામાં મળેલા. તેમની સાથેના આ નતના મેળાપનું મને કશું સ્મરણ નથી અને એ પ્રમાણે મેં તેમને લખી જણાવેલું. એ વાતનો એમણે કદી ઈનકાર કર્યો નથી. વર્ષો પહેલાં તેઓ મને મળ્યાનું કહે છે તે વખતે વર્તમાનપત્રોમાં કહેવામાં આવ્યું છે એવી કોઈ નોટિસ તેમના તરફથી મળ્યાનું કે ઉપવાસનો કશો ઉલ્લેખ થયાનું મને યાદ નથી. અત્યારે થોડા દિવસ ઉપર કેઇ કે મને તાર કર્યો કે અવધૂત સ્વામી ઉપવાસ કરી રહ્યા છે અને અસ્પૃશ્યતાની સામે મારા પ્રચાર હું છોડી ન દઉં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાના છે. તે તાર મોકલનારને મેં તારથી જણાવ્યું કે તેમણે ઉપવાસ છોડી દેવાને સ્વામીને સમજાવવા જોઈએ. જે પ્રવૃત્તિને મેં મારો જીવંત ધર્મ માન્ય છે તેને મારી પાસે છોડાવવા માટે લાખો માણસો ઉપવાસ કરે તો પણ છોડી શકું નહી'. દરેક માણસને તેના જીવંત ધર્મ ઈશ્વર પાસેથી મળે છે અને ઈશ્વર જ તેને તેમાંથી વિમુખ -જો વિમુખ થવાપણું હોય તો – કરી શકે.