આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પડે લગ્ન અને માંદગીને સંબધ ક્યાંય નથી રહેતી. વળી તે છોકરાઓની સાથે સરખામણી કરી તે પણ બરાબર છે. છતાં એ મહેણાના આપણે સીધા જ અર્થ કરવા ને માંદા જ ન પડવું. માંદા ન પડવાને સારુ મેં લખ્યું છે તેવા થાડા જ્ઞાનની જરૂર તો છે જ. કુમારિકાનાં શરીર વજી સમ હાવાં જોઈ એ, તેવાં જ કુમારોનાં. અત્યારે બંને ખરું જોતાં માંદાંતાજાં રહે છે. પણ એક પરણી ઘણે ભાગે વધારે માંદાં રહે છે. જે ઉમિયા, રૂખી, હરિઇચ્છા. રૂખીને વિવાહ ફળે એમ કંઈક લાગ્યું ખરું ત્યાં તો પાછી માંદી પડી જ છે. એટલે છોકરીઓએ એવો અર્થ પણ ન કરી નાખવા કે પરણે એ માંદા પડે જ. આટલું ખરું છે કે જે કુમારિકા વિકારથી બળે છે તેને છુટકારો તો પરણ્ય જ થાય. કેમ કે તેના વિકાર તેને ખાય છે. પણ એનો અર્થ તો એ થયું કે એ પરણ્યા વિના પરણેલી સ્ત્રીની જેમ વર્તે છે. તેથી વ્યભિચારિણી છે. મનથી પણ જે સ્ત્રી કે પુરુષ વિકારને પોષે છે તે વ્યભિચારી જ છે. બાપુના આશીર્વાદ” બાળકો અને બાળાઓને : તમને કઈ પહેલાં મળતી હતી જે હવે નથી મળતી? એ ખરું જ હોય તો એક ડેપ્યુટેશન લઈને નારણદાસભાઈ પાસે જાએ. તેની ત્રણ મિનિટ તમારી વાતમાં લેવી અને મેં તેને જવાબ સારુ આપવી. પછી હું હજુ મારી પથારીમાં આળોટતો હોઉ તો મને લખજે તે અંતની નિદ્રા લીધી હોય તો નાચજો ને પ્રતિજ્ઞા લેજો કે એનું કામ હવે આપણે ઉપાડશું. કેવી મજા, કેવો રસ ! એવી અગ્નિપરીક્ષાને સારું બધાં તૈયાર થજો.” ૮ ચિ. બબુડી (શારદા) :

  • તારા પ્રશ્નો કેવા સરસ છે? જેને મરવું જ છે તે તો હંમેશાં મરી શકે છે : જીભ કરડીને, ગળાને કાકડા દાબીને, કાઈ બાંધી લે તો બંધન તોડતાં હાડકાં ભાંગીને, અને ભારે સતી સ્ત્રી પોતાની કલ્પનામાત્રથી મૃત્યુ આણી શકે છે. આ આપધાત તો કહેવાય, પણ કેટલાક પ્રસંગે આપધાત એ ધર્મ થઈ પડે છે. સ્ત્રી ઉપર કોઈ રાક્ષસ બળાત્કાર કરવા આવે ત્યારે તે પ્રસંગ આપઘાતનો છે, જે બીજો કાઈ થોગ્ય ઉપાય ન હોય તો.. e k* વિદ્યાથી મારાથી શરમાઈને ઝઘડશે નહીં એમ નહીં, પણ તેને પિતાની ભૂલની જ શરમ આવશે ને તેથી નહીં ઝઘડે. મારાથી તો કોઈ એ શરમાવાનું હોય જ નહીં.”