આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

१८ ન મરે તે માટી શાને ? છે તેથી તમને આનંદ થવા જોઈએ. કશી આંચ આવ્યા વિના એમાંથી હું બહાર નીકળું તે સારું છે. પણ એ અગ્નિ મને બાળીને ભસ્મ કરી નાખે તે વધારે સારું નહીં તે એટલું સારું તો છે જ. ઈશ્વર મને દોરી રહ્યો છે અને અંત સુધી દોરશે.” જમનાલાલજીને : તમે કોઈ મુંઝાતા નહીં હો. તમારે તો નાચવું જ જોઈએ. તમે જેને બાપ નિરધાર્યો છે તે તમારા પ્રિય કામને સારુ પૂર્ણાહુતિ આપે એ તમારે સારુ તો ઉત્સવ જ હોય. જાનકી સિયાની સાથે મારે વિનોદ ચાલી મણિલાલ (કોઠારી) ને :

  • સરદાર કહે છે કે મારા પટ્ટશિષ્યને તે નોખા કાગળ લખ્યું જ ફ્ટચ્યા છે. હું કહું છું, જમનાલાલજીમાં મણિલાલ સમાઈ જાય. એટલે મારી સામે લાલ આંખ કરે છે અને કહે છે, જમનાલાલજી ને બીજા બધા મણિલાલમાં સમાય, પણ મણિલાલ કાઈમાં ન જ સમાય. હું કહું છું, એમ નથી. મણિલાલ તે અહિંસાના પૂજારી હોવાથી બધામાં સમાઈ જાય. તેનામાં કોઈ પણ સમાય એમ એ ઇચ્છે જ નહીં. હવે આ અમારી ખેલીમાં પડેલા કજિયે તે તમે જ મટાડી શકે. જોજે ઇન્સાફ આપજો. કાણુ સાચું, સરદાર કે હું ? અને જ્યાં આવા સંવાદ ચાલતા હોય ત્યાં જૈનને ભાવતા અનશનના વિચારમાં આપણે પડીએ પણ શાને ?
  • અમારી મજાનું માપ આ કાગળમાંથી કાઢી શકશે. રેવાની સખત મનાઈ છે. ”

ફૂલચંદને :

  • ઉપવાસનું સાંભળીને સહુને ફુલાવાનું હોય, રાવાનું ન જ હોય. આવા શુભ અવસર કયાંથી ? મારું જોઈને કોઈ ઉપવાસમાં ન પડે. સહુ પોતાના અવસર આવ્યે બળી મરે. ન મરે તે માટી શાને ? અત્યારે તો તમારે બધાએ વધારે જાગ્રત, વધારે કર્તવ્યપરાયણ, ને એવાં બલિદાનને સારુ શુદ્ધ થવા વધારે પ્રયત્નશીલ થવાનું છે.”

રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરેની સાથે ખૂબ વાતો કરી. એમના મન ઉપર એક વાત બહુ જ સ્પષ્ટતાથી ફસાવી. તે એ કે તમારે સમયપત્રક નક્કી કરવું. અમુક વખતે તો નિર્ણય ઉપર આવવું જ છે, અમુક નિર્ણય કર્યો છે. તે ઉપરથી ગમે તે થાય તો ચસવું નથી, અને આંબેડકરની ખુશામત છોડવી છે. એ ન માને તો તરત જ બાકીના માણસોએ ઠરાવ