આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અલગ પ્રાથમિક ચૂંટણીમાં છે. અમે એટલું સમજીએ છીએ કે તમે અમને ભારે મદદ કરનારા છે. (‘‘ તમને નહીં” – બાપુ ). પણ તમારી સાથે મારા એક જ ઝધડે છે. તમે કેવળ અમારે માટે નહીં, પણ કહેવાતાં રાષ્ટ્રીય હિત માટે કામ કરે છે. કેવળ અમારે માટે કામ કરો તે તો અમારા લાડીલા વીર ('Hero ) તમે બનો. ( “ એ તો ભારે સુંદર ' – બાપુ ). મારે તો મારી કામ માટે રાજદ્વારી સત્તા જોઈ એ છે. અમારે જીવતા રહેવા માટે એ અનિવાર્ય છે. એટલે મારા સમાધાનના પાયે મને એગ્ય બદલે મળે એ છે. હું હિંદુઓને કહેવા ઇચ્છું છું કે મારા બદલાની મને ખાતરી મળવી જોઈએ. ' e બાપુ : “ તમારી સ્થિતિ તમે બહુ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. તમે કહ્યું કે દલિતવર્ગમાં બીજો કોઈ ખરો પક્ષ હોય તો તેને પણ આગળ આવવા માટે પૂરેપૂરો અવકાશ હોવો જોઈ એ. એટલે એ લોકો અલગ પ્રાથમિક ચૂં ટણીઓ વિના સંયુક્ત મતદારમંડળની શરત ન સ્વીકારે એ તદ્દન વાજબી છે. મને જે નથી ગમતું એ તે એ છે કે આવા સ્વરૂપની એક અલગ ચૂંટણી હોવી જોઈએ એમ તમે કેમ કહ્યું નથી ? આ વસ્તુના મે જ્યાં સુધી અભ્યાસ કર્યો છે ત્યાં સુધી મને લાગે છે કે અલગ પ્રાથમિક ચૂંટણીના હું સ્વીકાર કરું તેમાં મારી પ્રતિજ્ઞાના શબ્દાર્થના ભંગ થતો નથી. એટલે હું એ શરત મંજૂર રાખ્યું પણ એની ભાષા મારે ચેકકસ તપાસવી પડે. અત્યારે તો હું એટલું જ કહું છું કે અલગ પ્રાથમિક ચૂંટણીને વિચાર મારી પ્રતિજ્ઞાથી વિરુદ્ધ નથી. પણ એમાં તમે ત્રણનું જ પેનલ રાખવાનું કહે છેએમાં મને કંઈક ગંધ આવે છે. પડખું ફેરવવાની

  • જેટલી બેઠકો હરિજને માટે ખાસ અનામત રાખી હોય તે દરેક બેઠક માટે અમુક હરિજન ઉમેદવારોની ચૂં ટણી પ્રથમ એકલા હરિજન મતદારો જ કરે એ અલગ પ્રાથમિક ચૂં ટણી. એવી રીતે ચૂં ટાયેલા ઉમેદવારોમાંથી જ સંયુક્ત મતદારમંડળ પ્રતિનિધિ ચૂંટી કાઢે. દરેક બેઠક માટે ત્રણ ચાર કે પાંચ, જેટલા ઉમેદવારોને ચુંટવામાં આવે એટલાની એક પૅનલ કહેવાય. અહીં હરિજન મતદારો પોતાની અલગ પ્રાથમિક ચૂંટણીમાં એક બેઠક માટે ત્રણ ઉમેદવારો ચૂંટે કે પાંચ એ વિવાદને પ્રશ્ન છે. આંબેડકર ત્રણ કહે છે, બીજાઓ પાંચ કહેતા હતા. છેવટે સમાધાનમાં ચારની સ’ ‘ખ્યા નક્કી થઈ.

- બીજો મુદ્દો એ હતો કે ચુકાદામાં ઠરાવેલી બેઠક ઉપરાંતની જે બેઠકે આ સમાધાનથી આપવામાં આવે તેટલી બેઠકે પૂરતી જ આવી બેવડી ચૂં ટણી કરવામાં આવે. ચુકાદામાં ઠરાવાયેલી સંખ્યાની ચૂંટણી તે સંયુક્ત મતદારમંડળથી જ સીધી થાય. આંબેડકર આ વસ્તુ સ્વીકારવા તૈયાર થતા હતા પણ ગાંધીજીને સ્વેચ્છાએ બનેલા હરિજન તરીકે વાંધા હતા કે જે બેવડી ચૂં ટણીની પદ્ધતિ દાખલ કરવી હોચ તો તમામ બેઠકો માટે એ પદ્ધતિ હોવી જોઈએ. - સં.