આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પૂનાના વહોરાએ કમિટીના હેવાલ પ્રમાણે નક્કી કરવામાં આવે. ૩ વિભાગની સામે એવડે વાંધા છે. જે હેતુ માટે હું આ મરણપથારીએ પડ્યો છું એ હેતુને એ નગણ્ય કરી નાખે છે એટલું જ નહીં પણ રાષ્ટ્રને ભારે નુકસાન પહોંચાડે છે. 6 બીજા મુદ્દાઓની બાબતમાં તો તમારે હિંદુ કામને એની આબરૂ ઉપર છેડવી જોઈ એ. મરણપથારીએ પડેલા માણસને જે કરવું ન શોભે એવું કશું કરવાનું તમે મને કહેશે નહીં. હું જે મારા મુદ્દામાંથી ચસું તે હું જાણું છું કે રાષ્ટ્રનું સત્યાનાશ વળે.' આજે સવારે બા આવ્યાં. બા બાપુને પગે લાગ્યાં. બાપુએ હાથ પકડી પાસે ખેંચ્યાં, એટલે બા કહે : “ આ શા ઢાંગ માંડવ્યો છે ? ” બાપુ કહે : “કેમ મારી સાથે સરવું છે ના ? ” બા : “ ના, હું શું કરવા ઉપવાસ કરું ? તમે ઉપવાસ છોડે. ભગવાન તમારી પાસે ઉપવાસ છોડાવે.” પછી બાપુ કહે : “તારાં તે ડાચાં બેસી ગયાં છે. જે, મારા કરતાં પણ તું નબળી દેખાય છે. એનો અર્થ એમ છે કે ભંડારી મને સારી રીતે રાખે છે અને તને અડવાની સારી રીતે રાખતા નહોતા.” બા : “ ના, એ તો સિધી છે, પંજાબી કરતાં સિંધી સારા.” ભંડારી : “ એમ બોલે છે કે ! એ તો મને અન્યાય કહેવાય.' બાપુને આજે પૂનાના વહાઓનું એક પ્રતિનિધિમંડળ મળવા આવ્યું હતું. બિચારા સુતરનો હાર લાવ્યા હતા અને ૨ રૂ–૧–' રૂ ૨ અપીલ લખી લાવ્યા હતા કે અસ્પૃસ્યા સિવાય પણ બીજા ઘણા છે. એ લોકોના રક્ષણની ખાતર પણ તમે છા અને ઉપવાસ છોડે. બાલતાં બોલતાં એક માણસને મા ભરાઈ આવ્યું. બીજા કેટલાક તો રાતા હતા. બાપુના ઉપર બહુ અસર થઈ અને બાલ્યા : tt તમે ઊંડે વિચાર કરશે તો જોશો કે આ જગતની અંદર કાઈ પણ કામ પ્રાણુ આપ્યા વિના થઈ શકતું નથી. તમારે મારી ઉપરના પ્રેમ મારી દઢતાને લીધે છે, પ્રાણ છોડવાની મારી શક્તિની ઉપર અવલંબેલા છે. એટલે તમે જે મને ચાહો છે તે મને જતો કરી. મારી જિંદગી ખુદાના હાથમાં પડી છે. હું ઇચ્છું તાપણ ન જઈ શકે, અને જવાના હાઉ' તો ભલભલા તબીબે આવે તે પણ મને ન જિવાડી શકે. હું સાચી વસ્તુ માટે મર્યો એમ તમે સાક્ષી આપશે તો એ મારી વાત છે. આ જે કલકને માટે હું ઉપવાસ કરી રહ્યો છું તે કલંક હિંદુ ધર્મ ઉપર જ છે