આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છાપાંવાળાએ સાથે વિનાદ છાપા વિષે હું આવા વિચારો ધરાવતા હોઉં તે છાપા માટે એને જાહેરાત કરવામાં કામ આવે એવા અભિપ્રાય મારાથી ન જ આપી શકાય. મને જે લાગતું હોય તે હું ન કહું તો મારું વતન ચેખું ન ગણાય.” ' એટલે પેલે કહે : “ પણ તમે તો આ દૈનિકનું કહે છે. અમારું અઠવાડિક રાજદ્વારી બાબતોની ચર્ચા જ કરતું નથી. એ તો વત્તા સામાજિક સ્વરૂપનું છે. ” એટલે તરત જ બાપુ કહે : “ હ , હવે અંગ્રેજ માનસ એલી રહ્યું છે, જે હું પસંદ કરતા નથી. તમે એમ ધારતા લાગો છો કે આ જીવનનાં એકબીજાથી અલગ એવાં જુદાં જુદાં ખાનાં પાડી શકાય. તમે એમ ધારી છે કે ઘરના એક ભાગમાં આપણે ગટરમાં આળાટીએ અને બીજા ભાગમાં ઊંચે સ્વર્ગ માં ઊડીએ. ‘ટાઈમ્સ'ની જે નીતિ હાય એને અનુસર્યા વિના “ ઇલસ્ટ્રેટેડ વીકલી 'ને ચાલે જ કેમ ? ” e આટલું કહીને કહે : “ આ બધું છતાં હું એમ ન કહી શકું કે તેનાં ચિત્રામાંથી મને રમૂજ નથી મળી, તેમ કશું જાણવાનું પણ નથી મળ્યું. ઇંગ્લડ અને અમેરિકાનાં આવાં છાપાંઓની લગભગ તોલે આવે એવું તમારું છાપું ગણાય.” અમેરિકન ખબરપત્રી કહે : “ અમેરિકા માટે કંઈ આપે.” બાપુ: * એને જવાબ તો મેં આપ્યા જ છે, એટલે બીજા કોઈ સવાલ પૂછે.” એટલે પેલો કહે : “ પણ હું સાવ કાર એ મેં કબૂલ કર્યું” જ છે ને ! ” | બાપુ : “ ત્યારે તમે કારા જ પાછા વળા એ ઠીક છે.” બપોરે આંબેડકર, રાજાજી વગેરે આવ્યા. આંબેડકર જરા ઠંડા પડેલા હતા. “ હું તમને વીનવું છું, હું તમારી પાસે માગણી કરું છું.' એવાં વચનો આવ્યાં કરતાં હતાં. “ તમને પાંચ વર્ષ જેઈ એ છે, પણ અમારા માણસે દસ વર્ષ માગે છે." - બાપુ : “ હવે તમે મને કહે કે તમારે શું જોઈએ છે? અસ્પૃસ્યા અને સવણ હિંદુઓ વચ્ચે હૃદયની એકતા થાય એ તમારે જોઈ એ છે કે નહીં ? જો હું જીવવાને હોઈશ તો એ એકતા સ્થાપવા માટે મારે જીવવું છે. હું તમને કહું છું કે અમારી આબરૂ ઉપર આ વસ્તુ તમે છોડા. અમે વચન આપીએ છીએ કે ઓછામાં ઓછી અમુક બેઠકો તો તમને મળશે જ. ત્યાં અમારી સાચી દાનતની કસોટી થશે. જે એટલા અસ્પૃશ્ય