આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાત્માજી, તમે કાંઈ અમર નથી ચુંટાઈ ને ન આવે તો આપોઆપ તમને રેફરેન્ડમ મળે છે. અને હિંદુઓની સાથે સંબંધ ધરાવતા ભાગની તત્કાળ અમે દુરસ્તી કરી લઈશું. જો હું જીવતો રહીશ તો તમને બતાવીશ કે અસ્પૃચ્ચે એમની વસ્તીના પ્રમાણમાં નહી પણ ઘણી મોટી સંખ્યામાં ચૂંટાઈને આવશે. તમે જે તમારી જાતથી તમને અળગા પાડી શકે અને મારી સ્થિતિમાં તમને મૂકી શકો તો તમે જોશો કે મારી સુચના પાંચ વરસ કે દસ વરસને અંતે અસ્પૃશ્યોની મતગણતરી કરવામાં આવે તેના કરતાં અનંતગણી વધારે ચડિયાતી છે. એમાં તમને ગાંધીના માણસોની સાચી દાનતની કસોટી મળશે. જે પાષાણહુદયા બીજી રીતે પીગળવાનો ઇનકાર કરતાં હતાં તેમને માટે આ ઉપવાસ ઈશ્વરે મોકલેલી વસ્તુ છે. તમે મને એક વરસની મહેતલ આપી અને મને કામ કરવા દો. હિંદુ કામના જામીન તરીકે તમારા ખિસ્સામાં હું પડેલો છું.” આંબેડકર : “પણ મહાત્માજી, તમે કાંઈ અમર નથી.” બાપુ : ** જાણું છું. અમર હોત તો મારે ઉપવાસ શેના કરવાના હોત ? e આંબેડકર : “ પણ તમે એક વરસ જીવશે જ અને કામ કરી શકુ V જ એની ગેરંટી શી? જો હિંદુ સમાજની આખી શિકલ ફેરવી નાખી શકે એટલાં વર્ષ તમે જીવે છે તે તમે આશા રાખે છે. એવાં પરિણામ કદાચ તમે લાવી શકે. એ એક વાત થઈ. બીજી વાત એ છે કે આજે જે ઉદારતા અને સહાનુભૂતિનો ઊભરો આવ્યા છે તે તો પાછે એસી જાય. આ કટોકટીને પ્રસંગે જે માનસ ઊભું થયું છે તેના ઉપર અમે મદાર બાંધી શકીએ નહીં. જીવનમાં આપણે અમુક રીતે ટેવાઈ ગયેલા હાઈ એ છીએ. એકાએક તેમાં ફેરફાર થઈ જાય અને આપણે બધા સદ્ બુદ્ધિપૂર્વક જીવન ગાળતા થઈ જઈ એ એવું ન બને.” બાપુ : “ આ દલીલ તમારે આગળ લંબાવવાની જરૂર નથી. એક ન્યાયાધીશ તરીકે હું જાહેર કરું છું કે દલીલમાં તમે મને હરાવ્યું છે. તમે વધારે સાવધાનીના માગ શા માટે પસંદુ કરે છે તે હું જોઈ શકું છું. હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈ એ. તમે દસ વરસ શું કરવા માગો છો ? ” - આંબેડકર : * દસ વરસની એટલા માટે જરૂર છે કે એટલા વખતમાં લોકમત સ્થિર કરી શકાય. મહાભાઇ, અમારામાં રહેલા પૂર્વ પ્રહાના પણ તમારે વિચાર કરવો જોઈએ. રેફરેન્ડમ અથવા તો તેની મુદત, એ કાંઈ તમારી પ્રતિજ્ઞાનો મુદ્દો નથી.”