આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૯ સુલાકતા પાછી બંધ પછી બાપુએ કલપનને લખ્યું કે ઝામારિનના તાર પ્રમાણે તમે લોકોને નોટિસ આપ્યા વિના ઉપવાસ કર્યો છે તેનો પણ વિચાર કરો. બપોરે યુઝર-ટક્કર આવ્યા. એમની સાથે ભાવિ વિષે વાતો થઈ. કુ ઝરુ કહે : “ તમે સવિનયભંગ ખેંચી લે એ તો બને જ નહીં, પણ અવિને કહ્યું તેમ કાંઈકે માનભર્યું સમાધાન થાય.” બાપુએ કહ્યું : “ પૂર્વવત સ્થિતિ કરે એટલે બસ. એમાં કેદીઓને છોડવા ઉપરાંત જમીન પાછી આપવાની વાત પણ થવી જ જોઈએ. અવનની સાથે સાફ વાત થઈ હતી.” એવામાં ફાધર વિલે આવ્યા. બાપુએ એને સમજાવ્યા કે “ તમારે માટે સહેલે રસ્તા છે. તમારે બધા ખ્રિસ્તીઓના મત લેવા. તમે આજે ઇચ્છો એને મત નથી આપી શકતા, એ અંતરાત્માનો સવાલ કહેવાય. ત્યાં વિલાયતમાં તો માત્ર ડો. દત્તાએ વિરોધ કરેલા, બીજા તો કાઈ વિરોધ કરે એવા હતા નહીં. પણ તમે તો અહીં એના ઉપર બરાબર લડત આપી શકે.” - ઉમા નેહરુને મંદિરાના સત્યાગ્રહ કરવાની કળા સમજાવી. મંદિર ખેલાવવાં અથવા તો તેનો ત્યાગ કરાવવા. કાઈ જ ત્યાં જાય નહીં એટલે થાકે. આજે સરકારના હુકમ મેજર ભંડારીને મળ્યા કે મુલાકાત વગેરે બધું બંધ છે અને હવે પૂર્વવત્ યંત્ર ચાલુ કરી દેવું. બાપુને ૨૧-૧-'રૂ ૨ ચીડ ચડી અને સખત કાગળ લખ્યો. ખાતાં ખાતાં કાગળ લખાવતા જતા હતા અને અનેક વાકય ઉચ્ચારાતાં મુખમુદ્રા વાકયને ભાવ વ્યક્ત કરતી હતી. સવારે જયકર, કેલકર, માલવીયજી આવીને ગયા. તેમને પાછું આવવું હતું પણુ આવવાપણું ન રહ્યું. સરૂપરાણી તો બિચારાં દરવાજે આવેલાં પાછાં ગયાં. ઊર્મિલાદેવી પાછાં આવી પાંચદસ મિનિટ વાત કરવા માગતાં હતાં તે વાત કરવાનાં રહી ગયાં. પણ કેદ કોને કહેવાય ! રખેને કેદમાં છીએ એ ભૂલી જવાય તો ! a જયકર, હરિજી, માલવીયજી બધા ભવિષ્યમાં શાંતિનો માર્ગ શોધવાની ચર્ચા કરવા આવ્યા હતા. બધું હાઈટ હોલથી થાય તો થાય, સીમલાથી કશી આશા નથી. સી. પી. જેવા માણસો તદ્દન હિતશત્રુ થઈ બેઠા છે. અહીંની સરકાર પાસે કદાચ સુલેહની વાત કરાવી શકાય તો શકાય એવી વાત થઈ. બાપુએ કહ્યું કે “ સીમલા ન પલટાય. ત્યાંના માણસે જઈને બીજા ન આવે ત્યાં સુધી પરિસ્થિતિમાં કશા ફેરફારની આશા રાખવી મિથ્યા છે.”