આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દૂધના વ્રત વિષે

એમ લાગે કે આમાં મિત્રની નબળાઈ છે તે જોનાર મિત્રની ફરજ છે કે એ નબળાઈ તરફ પેલાનું ધ્યાન ખેંચવુ…. માણુસને પડવાની લાલચ એટલી બધી હોય છે, અને પોતાને છેતરવાની એટલી બધી સગવડ કુદરતે જ તેને કરી આપી છે, કે સાવધાન રહેનાર માણસ પણ જો નમળેા હોય અથવા એના બધા ત્યાગો વૈરાગ્ય વિનાના હોય તે એ અવશ્ય પડે. એટલે મેં ઉપર બતાવ્યુ તે પ્રમાણે મિત્રાએ એકબીજાની ચોકી રાખવાની જરૂર છે. એ ચાકી તમે બધા સંપૂર્ણતાએ કરેા એ હું ઇચ્છું છું. તેમાં તમારી અને મારી ઉન્નતિ છે. કાંઈ પણ મોટા ફેરફાર કર્યા પહેલાં ભાઈ મહાદેવની સાથે તે હું મસલત કરું છું જ, પણ મને એવી ધાસ્તી હમેશાં લાગ્યાં કરેલ છે કે મહાદેવ મારી નબળાઈ એને પેાતાના અગાધ પ્રેમને લીધે પિછાની શકતા નથી, અને જ્યારે પિછાને છે ત્યારે દરગુજર કરે છે, તેથી હું તેની સાથેની મસલતને પૂરેપૂરા લાભ નથી લઈ શકતા. તમારી ટીકા તમે મારા જ પત્રમાં લખી હત તા હું વધારે ખુશ થાત. મને આટલે તે નિશ્ચય છે કે મિત્રા મારી પાસે વિરુદ્ધ દલીલ મૂકે તે હું પૂરેપૂરી સમજી શકું છું કેમ કે હું તટસ્થ છું. એટલે જ્યાં જ્યાં આપણા વિચારાની એકતા ન હોય ત્યાં ત્યાં મને લાગે છે કે તમારું બધાએ તમારા મતભેદ તુરત જણાવેા. એ મારા મગજ ઉપર ગંભીર અસર નહીં કરે અને મારાં કાર્યો વિષે મારે પોતે જ જે કાનું કાર્ય કરવું પડે છે એ દુ શામાંથી હું ટી જઈશ. મને પોતાને તો એને નિશ્ચય છે કે હું મારાં તેને ઘણી કાળજીપૂર્વક અને પૂરી સફળતા સાથે જાળવી શકયો મેં બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું તેના પહેલાં મે ૨૪ કલાક સુધી વિચાર કર્યાં, અને હું તે એમ કહેવા ઇચ્છું છું કે જ્યાં જ્યાં મે છૂટ લીધી ત્યાં ત્યાં મેં સબળ કારણેથી લીધી છે. મને જીવવાને બિલલ આગ્રહ નથી, અને મંદવાડના પાંચ કરતાં વધારે માસ થઈ ગયા તાપણુ એ મારી એદરકારીની સ્થિતિ કાયમ છે. મેં દૂધનુ વ્રત લીધુ તે વેળાએ ગાય અને ભેંસના દૂધ સિવાય મારા મનમાં બીજા દૂધના ખ્યાલ ન હોઈ શકે અને ન હતો. મે દૂધના ત્યાગ કરવાનું વ્રત લીધું તે વખતે હું ખૂબ વિચારી ગયા હતા. ગાયા અને બેસાની ઉપર પડતી હાડમારીઓના મતે ભારે ખ્યાલ હતા, તેથી મેં દૂધનું વ્રત લીધું. આ સમયે મારી શી જ છે? મારે જે

  • દૂધના ત્યાગ વિષે ગાંધીજીએ આત્મક્થામાં નીચે પ્રમાણે લખ્યું છે:

‘દૂધ ઇન્દ્રિયવિકાર પેદા કરનારી વસ્તુ છે એમ હું પ્રથમ રાયચદભાઈ પાસેથી સમજ્યા હતા. અન્નાહારનાં અંગ્રેજી પુસ્તકા વાંચવાથી તે વિચારમાં વૃદ્ધિ થઈ. પણ જ્યાં સુધી બ્રહ્મચર્ટાનું વ્રત નહેાતું લીધું ત્યાં સુધી દૂધ છેડવાને ખાસ