આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
સાધ્વી ટેરેસા

બ્

પ્રેમની વચ્ચે સંગ્રામ ચાલ્યો હતો. એ કાળને તેમના જીવનની બીજી અવસ્થા કહી શકાય.

૪-શ્રેચ અને પ્રેય વચ્ચે સંગ્રામ

ટેરેસા પક્ષાઘાતના રોગમાંથી બિલકુલ સાજાં થતાં શરીર સબળ થયું. મનમાં સ્ફ્રુર્તિ વધવા માંડી. થોડાક દિવસ તેમણે પુષ્કળ માનસિક સુખશાંતિમાં ગાળ્યા પછી એમના હૃદયમાં ધર્મભાવ ઝાંખો પડી ગયેા. લૌકિક લાલચોની કસોટીનો સમય આવી પહોંચ્યો. થોડા દિવસ તો જાણે સ્વપ્ન્ના આવેશમાં હોય તેવી રીતે ગયા. -

ભારતવર્ષના પ્રાચીન ઋષિ કહી ગયા છે કેઃ-

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गम पथस्तत् कवयो वदन्ति ॥

અર્થાત્ પંડિત લોકો એ (સંન્યાસના) માર્ગને તીક્ષ્ણ ધારવાળા અસ્તરાની પેઠે દુર્ગમ કહી ગયા છે.

ઋષિના આ વચનમાં કેવું ગૂઢ સત્ય રહેલું છે ! ખરેખર સંન્યાસધર્મના માર્ગે ધાર કઢાવેલા અસ્તરાની પેઠે દુર્ગમ છે. એ માર્ગમાં ડગલે ને પગલે વિપત્તિનો સંભવ રહે છે. સંન્યાસિની ટેરેસા હજુ સુધી એ માર્ગનું અનુભવસિદ્ધ પૂરું જ્ઞાન મેળવી શક્યાં નહોતાં, તેથી એ ઘણાં બુદ્ધિમાન અને શક્તિશાળી હોવા છતાં પણ ચેતીને ચાલી શક્યાં નહિ. એ વખતમાં એવિલા નગરના આશ્રમના નિયમો પણ ઘણા શિથિલ થઈ ગયા હતા. ટેરેસાએ આશ્રમવાસિની સંન્યાસિની હોવા છતાં પણ બહારના લાકેા સાથે મળવા માંડયું. આશ્રમની પડોશમાં ઘણા સદગૃહસ્થો વાસ કરતા હતા. એમાંના ઘણાખરા સાથે ટેરેસાને કેાઈ ને કોઇ પ્રકારના કૌટુંબિક સબંધ હતા. એ સંબંધને લીધે એ લેાકો ટેરેસાને મળવા સારૂ મઠમાં આવતા. ટેરેસા પણ તેમને ઘેર જતી. એ લોકો સાથે ઘણી વાતચીત તથા ઠઠ્ઠા મશ્કરી પણ થતી. એ લેાકો ટેરેસાને ખબર ન પડે એવી રીતે તેના મનને જીવનના ઉરચ આદર્શથી ઘણે દૂર લઈ જવા લાગ્યા. એ સંસારી મનુષ્યોના સહવાસથી ટેરેસાના હૃદયમાં સુખની લાલસા પાછી પ્રબળ થઈ. સ્મરણચિંતનાદિથી ઇશ્વરના સહવાસમાં રહેવા કરતાં મનુષ્યોના સંસર્ગમાં તેને હવે વધારે આનંદ જણાવા માંડયો. જોતજોતામાં એવી સ્થિતિ આવી ગઇ કે પ્રભુના પ્રેમ કરતાં મનુષ્યચ્છ્વ પ્રેમ તેને અધિક ઇચ્છવા લાયક જણાયો. એ વિષે ટેરેસા એક ઠેકાણે લખે છે કે:-

“ હું પહેલાંની પેઠે હવે એકાંતમાં બેસીને ધ્યાન અને પ્રાર્થના