આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
સાધ્વી ટેરેસા

મારા જીવનમાં ચાર અવસ્થાઓમાંથી મારે પસાર થવું પડયું છે. પહેલી અવસ્થામાં પાપ આવીને મારા ઉપર આક્રમણ કરે છે અને તેમાંથી બચવા સારૂ ઈશ્વરની આગળ સર્વદા પ્રાર્થના કરવી પડે છે; જરાપણ વિસામો ખાવાનો નથી હોતો. એ અવસ્થામાં શરીરને પણ એકદમ તરછોડવું ન જોઈએ; નહિ તો એ નબળો દેહજ ધર્મમાર્ગમાં વિદનરૂપ થઈને નડે છે. એટલા સારૂ આહાર અને નિદ્રાનું પણ હદસરનું પ્રયોજન છે."

"બીજી અવસ્થામાં અત્યંત કઠોર તપસ્યા કરવાની જરૂર પડતી નથી. મન આપોઆપજ ઈશ્વરચિંતામાં નિમગ્ન થાય છે. ઈશ્વરની કરુણા સહેલાઈથી આવીને હૃદયમાં અધિકાર જમાવે છે, એટલે મનની બધી ગ્લાનિ જતી રહે છે. બધી મનોવૃત્તિઓ ઈશ્વરમાં સમાઈ જાય છે, એ વખતે મનોવૃત્તિ નાશ પામે છે એવું નથી; પણ ઈચ્છા પોતાની સ્વતંત્રતા મૂકી દઈને ઈશ્વરનું દાસત્વ ગ્રહણ કરે છે. પ્રેમી જેવી રીતે પ્રેમાસ્પદનો આજ્ઞાનુસારી થવામાં દુઃખ કે અડચણ ગણતો નથી, તેવીજ રીતે ઇચ્છા પણ ઈશ્વરને તાબે થવામાં કાંઈપણ કલેશ અનુભવતી નથી. "

"હે ઈશ્વર ! તમારા પ્રેમની કેવી અપૂર્વ શક્તિ છે ! તમારા પ્રેમે મારી મનોવૃત્તિઓને આશ્ચર્યકારક રીતે જકડી રાખી છે. હવે તે તમારા સિવાય બીજા કોઈની વાત કરવી ગમતી નથી. મારી ઇચ્છા તમારાજ અમૃતરસનું પાન કરે છે અને મારાં મન તથા બુદ્ધિ પણ એ બાબતમાં ઇચ્છાને સહાય કરે છે. "

‘‘ત્રીજી અવસ્થામાં અંતઃકરણમાં રાતદહાડા પ્રભુકૃપાનો પ્રવાહ વહેતો રહે છે. આપણે માત્ર એ અંતઃકરણના સુખને એ કરુણાની તરફ ફેરવવું જોઈએ; એટલે પછી આપણી મનોવૃત્તિ પ્રભુચરણમાંજ આળોટે છે. એ વખતે આપણે આપેઆપ સમજીએ છીએ કે, એ મનોવૃત્તિ કયા પ્રકારના ભાવમાં રમી રહી છે ? એ અવસ્થામાં આત્માનો આનંદ, મધુરતા અને શાંતિ પહેલાંના કરતાં કેટલાં બધાં વધી પડે છે તેનું વર્ણન થઈ શકતું નથી. એ વખતે તો એવું જ લાગે છે કે, જાણે બળપૂર્વક ભગવાન પોતેજ કરુણારૂપી સુધારસનું પાન કરાવીને આત્માને પેાતા તરફ ખેંચી રહ્યા છે. એ વખતે માનવાત્મામાં પાછળ કે આગળ ચાલવાની શક્તિ રહેતી નથી અને આત્મા એક અનિર્વચનીય ભાવમાં રહે છે.”

“ ચેાથી અવસ્થાની કથા કહેવી એ દુ:સાધ્ય છે, છતાં પણ