આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
સાધ્વી ગેયાઁ


એટલે બહુ થોડા સમયમાં એ ઝાઝું શીખી શક્યાં. બાર વર્ષની ઉમરે બાઇબલનું પુરતક એમના હાથમાં પડ્યું, એમના ધર્મમાં એજ સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. બાલિકાના હાથમાં એ ગ્રંથ આવ્યા પછી તેના હર્ષનો પાર રહ્યો નહિ. એ દિવસને એ પોતાના જીવનનો એક સ્મરણમાં રાખવા યોગ્ય દિવસ ગણતાં હતાં. કેમકે એ વખતમાં સાધારણ લોકો બાઈબલને દુર્લભ ગ્રંથ ગણતા હતા. પુરોહિતો સિવાય બીજા લોકોના હાથમાં એ ગ્રંથ બહું દીઠામાં આવતો નહિ. બાલિકાના હાથમાં દૈવસંયોગે એ ગ્રંથ આવ્યાથી એ સવારથી સાંજ સુધી તેને વાંચવા લાગી. ખ્રિસ્તના એક એક ચમત્કારી ઉપદેશથી તેના સરળ હૃદયમાં કલ્પનાના તરંગો ઉછળવા લાગ્યા. આવું સરસ પુસ્તક અત્યારસુધી એણે કદી વાંચ્યું નહોતું. મહાત્મા ઇસુની વાણીમાંથી એકે એકે પ્રકાશ રશ્મિ ઝળકવા લાગી. એ પ્રકાશથી તેના નાના હૃદયનાં નાનાં નાનાં ફૂલો ખીલવા લાગ્યાં. સ્મરણશક્તિની મદદથી તેણે બાઇબલના ચિત્તાકર્ષક અંશો કંઠસ્થ કરી નાખ્યા. બાળકોની મીઠી મીઠી વાતોની ચોપડીની પેઠે આ ધર્મ પુસ્તક તેમનો પ્રિય ગ્રંથ થઈ રહ્યો.

બાર વર્ષની વયે બાલિકાનું ચિત્ત ઈશ્વરને માટે આકુળવ્યાકુળ થઈ જતું, ઈશ્વર વગર કોઈ પણ વસ્તુથી તેને તૃપ્તિ વળતી નહિ. એટલે એણે પોતાનું સુપવિત્ર કુમાર હૃદય પરમેશ્વરના ચરણમાં અર્પણ કરવા ધાર્યું.

પરંતુ બાલિકાના હ્રુદયનો આ ધાર્મિક ઉભરો કેવળ થાડા સમયનો હતો. કેમકે હવે તરુણ વયની ચંચળતા તેમના ચિત્ત ઉપર અધિકાર જમાવી રહી હતી, એટલે લૌકિક સુખેચ્છા પ્રબળ થઈ અને આધ્યાત્મિક જ્યોતિ ઝાંખી પડી.

એ એક આબરૂદાર કુટુંબની કન્યા હતી. દેખાવમાં પરમ સુંદરી હતી. વય વધવાની સાથે સાથે તેની મૂર્તિ મનોહારી થઇ ગઇ. તેની માતા પણ પેાતાની કન્યાને વસ્ત્રાભૂષણથી સજાવેલી રાખવા માગતી હતી અને કન્યાનું મન પણ સુંદર કપડાંલત્તાં તરફ અને દેહની ટાપટીપ તરફ વળ્યું હતું. પોતાનું પુષ્પના જેવું સુંદર મુખડું, પ્રેમ વરસાવતાં બે નયનો અને નવનીત જેવા સુકુમાર અંગ-પ્રત્યંગને સ્વચ્છ દર્પણમાં જોઇને એ રૂપગર્વ થી ગર્વિતા બની ધીરે ધીરે સુખવૈભવની માયાજાળ તેના અંતરમાં રચવા લાગી. તેનું હૃદય પ્રભુ પ્રેમ કરતાં મનુષ્ય પ્રેમ મેળવવાને વધારે ચંચળ થઈ ગયું. આ પ્રમાણે