આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
મહાન સાધ્વીઓ


જવાનું બંધ કર્યું; એટલું જ નહિ પરંતુ જે માજશેખમાં પડેલી નારીઓ નૃત્ય, ગીત અને રમતગમતને સારૂ પૈસા ઉડાવતી, તંદુરસ્તી બગાડતી અને સમય ગુમાવતી તેમને જોતાંવારજ એમને વિચાર આવતો કે “હાય, હું પણ એક દિવસ આ સ્ત્રીઓની પેઠે ખેલ તમાસા માં જઈને માજશેખમાં છકી ગઈ હતી !”

હવે એ ધર્મ પરાયણ સાધ્વી આગળ ઈશ્વરનો પ્રેમ એજ કેવળ પ્રાર્થનાની સામગ્રી હતી. એટલે એ પોતાની અંદર વસેલા પરમ પુરુષને પ્રેમના દેવતા સ્વરૂપે વરવાને માટે અધીરા થઈ ગયાં અને ઉપાસના તથા પ્રાર્થનાને છાતીમાં ઠસાવી દીધાં. એમણે. પાતે લખ્યું છે કે:–

“આ પૃથ્વીમાંનો કોઈ અનુરક્ત પ્રેમી પોતાની પ્રેમાસ્પદને વહાલીને જે પ્રમાણે ચાહે છે, તેના કરતાં પણ ઘણા વધારે હું ઈશ્વરને ચાહું છું. અત્યારનો મારા મનનો સાચો ભાવ કોઈ પણ ઉપાયે પ્રગટ કરવો સહેલ નથી, એટલા માટેજ આ દૃષ્ટાંત આપ્યું છે. બાકી એ ઉપમા પણ મારા મનના સંપૂર્ણ ભાવને પ્રગટ કરી શકતી નથી. માત્ર ખ્યાલજ આપી શકે છે.”

વળી તેમણે કહ્યું છે કે “હવેથી ઉપાસના પણ મને સહજ સાધ્ય થઈ ગઈ. કલાકના કલાક એક ઘડીની પેઠે ચાલ્યા જતા. પ્રાર્થનાસિવાય બીજું કાંઈ હું કરતી નહિ. પ્રેમની અધિકતાને લીધે વખતની લંબાઈ મને જણાતી નહોતી.”

૩–ધર્મમાર્ગમં ખરડાયલે પગે પ્રયાણ

મેડમ ગેયાઁના શુષ્ક અને સંગ્રામપૂર્ણ હૃદયમાં હવે ઈશ્વરનો પ્રેમ ઉતરી આવ્યો છે, દૈવી સંપત્તિવડે તેમનું જીવન હવે પવિત્ર અને સુંદર બન્યું છે. એમના મનમાં હજુ પણ ક્યાંક કોઈ પ્રકારના સંશયવિકાર અથવા હુંપદનો ઉગ્ર ભાવ છુપાઈ રહ્યો છે એવો એમને વિચાર સરખો આવી શકે નહિ. તેમના મનમાં આવ્યું કે, પાછલા જીવનના બધા અપરાધોને ઈશ્વરે માફ કર્યા છે. તેમના પાપનો સંભવ સુદ્ધાં ટળી ગયો છે. હવે સંસારની કે આસક્તિ તેમના ચિત્તને ચંચળ બનાવી શકશે નહિ. એ સમયની અવસ્થા વિશે તેમણે લખ્યું છે કે:–

“હું ઈશ્વર સિવાય બીજા કોઇને મારી સન્મુખ દેખી શકતી નહોતી. અતિશય પવિત્ર ચિત્ત અને દૃઢતાની સાથે તેને ચાહવાનો વિચાર કર્યાથી મારી આગળથી બીજા બધા વિષયો અંતર્હિત્ત