આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
મહાન સાધ્વીઓ


પરંતુ આ પેરિસ શહેરમાં જે મોટા મોટા પાદરીઓ વાસ કરતા હતા, તેમનામાં એક વર્ગ એવો હતો કે જે ઈશ્વરને ધર્મના સિંહાસન ઉપરથી ઉતારી પાડીને પોતેજ તેની જગ્યાએ ગોઠવાઈ ગયેા હતો. એમ છતાં પણ મેડમ ગેયાઁએ તો એકમાત્ર ઈશ્વરનેજ ધર્મના સિંહાસન ઉપર પધરાવીને સર્વત્ર તેનાજ મહિમાનો પ્રચાર કરવા માંડયો. તેમણે મનુષ્યોને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું કે “સ્વયં ઈશ્વરજ મનુષ્યના હદયમાં શાંતિ રેડે છે અને તેનાજ ચરણમાં જીવન અર્પણ કરવાથી યથાર્થ મુક્તિ મેળવાય છે"

સાધ્વી ગેયાઁની આ સત્યવાણી ધર્માંધ પાદરીઓ અને હઠીલા રોમન કેથલિકો કેવી રીતે સાંખી શકે ? તેમણે મેડમ ગેયાઁને ધર્મદ્રોહનાં અપરાધી ગણીને તેમની વિરુદ્ધ મુકદ્દમો ચલાવ્યો, પરંતુ એ દેશના પ્રચલિત કાયદાની કોઈ પણ બેડીદ્વારા એ સાધ્વીને બાંધી શક્યા નહિ. આખરે વિરુદ્ધ પક્ષવાળાઓએ એક બનાવટી પત્ર લખીને એ જૂઠા પત્રને સાચા દસ્તાવેજ તરીકે ન્યાયાધીશ આગળ રજુ કર્યો. રાજાએ મેડમ ગેયાઁને કેદખાનાની શિક્ષા કરી. તેમને સેન્ટ મેરીના મઠમાં કેદ રાખવામાં આવ્યાં. સ્નેહમયી સાધ્વીએ નાના પ્રકારની ચઢતીપડતીમાં પણ પોતાની નાની વયની કન્યાને સાથેજ રાખી હતી. એને છાતીસરસી ચાંપીને એ માતૃત્વનું અનિર્વચનીય સુખ અનુભવતાં હતાં, પરંતુ આ વખતે અમલદારોએ એ કન્યાને પણ માતાથી વિખૂટી પાડી. અસહાય સાધ્વી ગેયાઁ બંદી અવસ્થામાં શું કરી શકે ? નિર્જન કેદખાનામાં પોતાના પ્રેમદેવતાના સૌંદર્યમાં ગરકાવ થઈ જઈને એ બધું દુઃખ ભૂલવાનો યત્ન કરવા લાગ્યાં. અહીં એમણે અનેક ભક્તિરસાત્મક કાવ્યોની રચના કરી. એ કાવ્યોમાં તેમના જીવનમાં પરીક્ષા કરેલાં અનેક સત્યો પ્રગટ થયાં હતાં. દિલગીર છીએ કે, કવિતા રચવાનો અભ્યાસ નહિ હોવાથી અમે એમની કવિતાનો અનુવાદ પ્રગટ કરી શકતા નથી.

આઠ માસસુધી એમણે કેદખાનાનું દુઃખ વેઠયું. ત્યારપછી એક શક્તિશાળી મહિલા સાથે તેમને વાતચીત થઈ. એ મહિલા એ ફ્રાન્સના રાજા ઉપર પેાતાનો પુષ્કળ પ્રભાવ જમાવ્યો હતો. એ સ્ત્રીને મેડમ ગેયાઁ સાથે વાતચીત કરવાથી ખાત્રી થઈ કે, ખરેખર એ ધર્મશીલા સાધ્વી છે; કેવળ ધર્મની ખાતરજ વિપત્તિ વેઠી રહી છે. આથી મેડમ ગેયાઁનો છૂટકારો થયો. આ એ સમયમાં સુપ્રસિદ્ધ ફેનેલોન ફ્રાન્સદેશનો એક અસાધારણ