આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
મહાન સાધ્વીઓ

કામે લાગવું છે. મારે એમને ખપનાં થઈ પડવું છે.” જ્યાં સુધી તેમના પિતા તેમને કાંઇ કામ સોંપતા નહિ ત્યાંસુધી તેમને જંપ વળતો નહિ. ત્રણજ વર્ષની વયથી તેમના હૃદયમાં ધર્માભાવ અને પિતાની પરોપકારવૃત્તિ જાગી ઉઠયાં હતાં. બાર વર્ષની વયે મેરી કાર્પેન્ટર તેમના પિતાએ સ્થાપેલી રવિવારની નિશાળમાં શિક્ષણ આપવા લાગ્યાં હતાં અને કુમળાં બાળકના હૃદય ઉપર ઘણી આશ્ચર્યકારક અસર ઉત્પન્ન કરી હતી. એક તરફથી એવી રીતે પિતાના કાર્યમાં મદદ કરવાનો આરંભ કર્યો હતો અને બીજી તરફથી પેાતે નિશાળમાં જઈને લેટિન અને ગ્રીક ભાષા તથા ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાન, તેમજ પ્રાણીવિદ્યા આદિના અભ્યાસ કરવા માંડયો હતો. ભૂવિદ્યા અને વિજ્ઞાનનાં સામાન્ય તત્વોનું જ્ઞાન એમણે એ વચેજ પ્રાપ્ત કર્યું હતું. તેમના સહાધ્યાયી મહાત્મા માર્ટિનો કહે છે કે “મેં કુમારી કાર્પેન્ટરને સૌથી પહેલાં જયારે જોયાં ત્યારે તેમની ઉંમર બાર વર્ષની હતી. એ અલ્પવયમાં જ તેમનું ગાંભીર્ય અને ધીરજ જોઈને હું આશ્ચર્યચકિત થયેા હતો તેમને જોઈને મને એમ લાગતું કે, હું કેટલો બધો હીન છું ! અને તેમની સાથે વાર્તાલાપ કરતો ત્યારે જણાઈ રહેતું કે, મારું જ્ઞાન કેટલું બધું થોડું છે.”

ઈ. સ. ૧૮૧૭ માં તેમના પિતા એકસીટર છોડીને બ્રિસ્ટલ નગરમાં આવી વસ્યા. બાલ્યાવસ્થાની ક્રીડાભૂમિ છોડતાં તેમનું તરુણ હૃદય ઘણું ઘવાયું હતું, પરંતુ આ બ્રિસ્ટલ નગરમાં તેમના ભાવી જીવનનાં મહાન કાર્યોનો સૂત્રપાત થયો.

ઈ. સ. ૧૮૨૭ માં કેટલીક બાલિકાઓને ભણાવવાનું કાર્ય માથે લઈને એ વ્હાઈટ દ્વીપમાં ગયાં; અને ત્યાંથી દેશવિદેશના પ્રવાસે નીકળી પડયાં. મુસાફરી કરીને સ્વદેશમાં પાછાં આવ્યા પછી તેમના પિતાએ સ્થાપેલા વિદ્યાલયમાં શિક્ષણ આપવાનું કામ આરંભ્યું. એ કાર્યમાં તેમનાં માતુશ્રી તથા બહેન મદદ આપવા લાગ્યાં. પહેલાં તેમના પિતા એ વિદ્યાલયના મુખ્ય શિક્ષક હતા; પણ મેરીએ એ કામ ઉપાડી લીધા પછી તેમણે શિક્ષકનું કામ છોડી દીધું અને સંપૂર્ણ રૂપે ધર્મપ્રચારના કાર્યમાં જોડાયા. ત્યારપછી ઈ. સ. ૧૮૩૧ માં મેરી કાર્પેન્ટરે રવિવારની નિશાળના સુપરિન્ટેન્ડન્ટનું પદ સ્વીકાર્યું. એ સમયમાં પોતાના વિદ્યાર્થીઓના ચાલચલણની તપાસ રાખવાના ઈરાદાથી એ એમને ઘેર પણ જતાં. એમ કર્યાથી દેશનાં દુરિદ્ર અને અજ્ઞાની બાળકોની