આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પદ્ધતિ જોવા જાતે આયર્લેન્ડ ગયાં. દરિદ્રવિદ્યાલય અને સુધારક વિદ્યાલયમાંથી શિક્ષણ સમાપ્ત કરીને જે વિદ્યાર્થીઓ બહાર નીકળતાં તેમને કામધંધે લગાડવા સારૂ અને તેમના ચાલચલણ ઉપર બારીક નજર રાખવા સારૂ એક બાળકોનું ખાતું સ્થાપ્યું. ત્યારપછી તેમણે ઔદ્યોગિક શાળાઓ સ્થાપી તથા મજુરવર્ગના કલ્યાણ સારૂ વિશ્રામસ્થાન સ્થાપ્યાં.

૭ – અમેરિકામાં ગુલામી પ્રથા સામે સંગ્રામ

એ સમયમાં અમેરિકા દેશમાં ગુલામગીરીના રિવાજની વિરુદ્ધ તુમુલ યુદ્ધ શરૂ થયું. અમેરિકાનું યુદ્ધ એક ઐતિહાસિક બનાવ છે. અમેરિકાના દક્ષિણ—ઉત્તર પ્રદેશના રહેવાસીઓજ માત્ર નહિ પણ ખ્રિસ્તી ધર્મના પાદરીઓ પણ એ ધિક્કારી કાઢવા યોગ્ય ગુલામી પ્રથાના વિશેષ પક્ષપાતી હતા. આપણા દેશમાં બંગાળામાં ગુળીના વેપારીઓ મજુરો ઉપર કેવા અત્યાચાર કરતા હતા એ બધાને જાણીતું છે. આસામના ચાહના વેપારીઓ મજુરો ઉપર ઓછો અત્યાચાર કરતા નથી. અમેરિકાના વતનીઓ એ સમયમાં ગુલામો ઉપર એથી પણ વધારે જુલમ કરતા હતા. આ જોરજુલમનો ત્રાસ ભોગવતા ગુલામોની દુરવસ્થા જોવાથી કરુણામયી મહિલા શ્રીમતી હેરિયેટ બીચરસ્ટોનું હૃદય પીગળી ગયું. તેમણે એક નવલકથા લખીને ગુલામ ઉપર જે જોરજુલમ થતો હતો તેની વાર્તા ઓજસ્વિની ભાષામાં વર્ણવી. એ વાર્તાનું નામ તેમણે “ટોમ કાકાની કુટીર” રાખ્યું.x[૧] એ વાતદ્વારા તેમણે અમેરિકાના વતનીએઓને જાગ્રત કર્યા.એ ઉપન્યાસ વાંચ્યાથી જનસમાજના સમજવામાં આવ્યું કે ગુલામગીરીનો રિવાજ તિરસ્કાર કરવા યોગ્ય અને ઘણો અનિષ્ટકારી છે. ઉત્તર પ્રાંતના નિવાસીઓએ પેાતાની વિવેકબુદ્ધિ વાપરીને એ ઘાતકી રિવાજ બંધ પાડવાનો પ્રથમ યત્ન કર્યો. આ હિલચાલને લીધે ઘેર ઘેર કુસંપ શરૂ થયો. છેવટે ભીષણ યુધ્ધાગ્નિ પણ સળગી ઉઠ્યો. ઈબ્રાહિમ લિન્કન અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના પ્રમુખ નિમાયા એટલે ઈ. સ. ૧૮૫૪ માં એ ખરાબ વેપાર કાયદાથી બંધ કરવામાં આવ્યો

અમેરિકાના આ ગુલામ-યુદ્ધ સમયે ઇંગ્લઁડના અનેક રહેવાસીઓએ ઉત્તર-અમેરિકાવાસીઓ સાથે સહાનુભૂતિ પ્રગટ કરી


  1. એ પુસ્તકનું ભાષાંતર સસ્તા સાહિત્ય દ્વારા પણ કાઢવા વિચાર છતાં હજી સુધી તે બની શક્યું નથી.