આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કારાગાર સુધાર, નાની વયના કેદીઓનું શિક્ષણ વગેરે કેટલાંક મહાન કાર્ય કરીને ઈંગ્લઁડ પાછાં સીધાવ્યાં. ઇંગ્લઁડ ગયા પછી પણ ઉપર જણાવેલા વિષયોસંબધી ભારતના ગવર્નર જનરલ, મુંબઈના ગવર્નર અને ભારતના આગેવાન ઉત્સાહી લોકો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને દાખલાદલીલ સાથે અરજી આપીને ગવર્નમેન્ટનું ધ્યાન તે તરફ ખેંચવાનો યત્ન કર્યો. તેમણે વિચાર્યું કે, ભારતવર્ષના ઉત્સાહી પુરુષો એ સબંધી ગવર્નમેન્ટને અરજી આપશે તો એ કાર્યો થોડા સમયમાં પાર પડવાનો સંભવ છે. તેમની સલાહ મુજબ ચાલીને ભારતના મુખ્ય મુખ્ય ઉદ્યોગી પુરુષોએ સરકાર આગળ સ્ત્રીકેળવણીની આવશ્યકતા સંબંધી એક નિવેદન પત્ર મોકલ્યો. એ નિવેદનનું ફળ એ થયું કે, સરકારે નોર્મલ સ્કૂલની સ્થાપના સારૂ દર વર્ષે ૨૨૫૦૦) રૂપિયાની રકમની મંજુરી આપી. મેરી કાર્પેન્ટર એ શુભ સમાચાર સાંભળીને ઇંગ્લઁડમાં અત્યંત પ્રસન્ન થયાં. એમની આશા હવે વધતી ગઈ. તેમણે એ શુભ કામને જલદી હાથમાં લેવાનો સ્ત્રીકેળવણીના હિમાયતીઓને આગ્રહ કર્યો.

લેડી સુપરિન્ટેન્ડન્ટનું પદ–ગ્રહણ

ઈ. સ. ૧૮૬૮ ની ૭ મી નવેમ્બરે મેરી કાર્પેન્ટર પાછાં ભારતવર્ષમાં પધાર્યાં. ભારતવર્ષમાં આવીને ફિમેલ નોર્મલ સ્કૂલનું કાંઈ નામનિશાન નહિ જણાયાથી સરકારની મદદથી તેમણે પોતે મુંબઈ શહેરમાં એ પ્રકારની નિશાળ કાઢી અને તેનાં લેડી સુપરિન્ટેન્ડન્ટનું પદ પાતે સ્વીકાર્યું; તેમના આ મહાન દૃષ્ટાંતથી પ્રેરાઈને ઘણા લોકો સ્ત્રી શિક્ષણના કાર્યમાં અગ્રેસર થયા અને કેટલીક કન્યાશાળાઓ પણ સ્થાપવામાં આવી. તેમના પ્રયત્નથી કેટલીક દાનશીલ મહિલાઓએ અને ધનવાન પુરુષોએ એ નિશાળોને નાણાંની મદદ આપવાનું કબૂલ કર્યું, પરંતુ ઘણા પરિશ્રમને લીધે ફરીથી તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને તેમને પાછાં ઇંગ્લઁડ જવાની ફરજ પડી હતી.

૯ – ચોથી વાર ભારતવર્ષમાં પધારવું

ઈ. સ. ૧૮૭૫ માં મેરી કાર્પેન્ટરે છેલ્લી વાર ભારતવર્ષમાં આગમન કર્યું. આ વખતે ભારતવર્ષની કેટલીક સ્ત્રીઓની અવસ્થા પહેલાં કરતાં ઉન્નત જોઈને તેમને અત્યંત આનંદ થયો.

આપણા દેશમાં મીલોમાં અને કારખાનાંઓમાં જે મજુરો